Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ધોરાજીમાં ફાટી નીકળેલ રોગચાળા નાબુદી અને સાફ-સફાઇ તથા હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની નિમણૂક અંગે આવેદન પત્ર

ધોરાજી, તા. ૧૪ : ધોરાજી શહેરમાં હાલ ખૂબજ પ્રમાણમાં ડેન્ગ્યુ તથા ઝાડા-ઉલ્ટી તથા વાયરસ તાવ જેથી ગંભીર બીમારી ફાટી નીકળેલ છે અને ધોરાજી શહેર નગરપાલિકાની હદ તથા ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા નક્કર કામગીરી ન થતાં ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે અને સાફ-સફાઇ તથા ડી.ડી.ટી. છંટકાવ પણ નિયમોનુસાર કરવામાં આવતો નથી. તેમજ ધોરાજીમાં કરોડોના ખર્ચે બંધાયેલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો તથા જરૂરી સાધન સામગ્રીનો પણ ખૂબજ અભાવ છે. આ બાબતે ધોરાજીમાં આજે પ્રબુધ નાગરિકોની, બીનરાજકીય મીટીંગ મળેલ અને તમામ વેપારી એસીસીએશન, વકિલ મંડળ તથા સામાજીક સ઼સ્થાના આગેવાનો ઉપસ્થિત રહેલ અને આગામી તા. ૧પ ને સાંજના પ-૦૦ કલાકે તમામ નાગરિકો વતી પ્રાંત-કચેરી ધોરાજીમાં આવેદન પત્ર આપવામાં આવનાર છે અને ત્યારબાદ જરૂરી કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ધોરાજીના યુવા એડવોકેટ ચંદુભાઇ પટેલની યાદીમાં જણાવેલ છે.

(12:02 pm IST)