Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મુન્દ્રાના ૧૩ વર્ષના મંદબુધ્ધિના ગુમ થયેલા બાળકને માબાપ સુધી પહોંચતો કર્યો

ભુજઃમુન્દ્રાના ટ્રાફિકથી ધમધવમતા આદર્શ ટાવર નજીક કિંગ પ્લાઝા પાસે એક ૧૩ વર્ષનો મંદબુધ્ધિ જેવો લાગતો બાળક મા બાપ થી વિખૂટો પડી ગયો હતો. ત્યારે નગરના જાગૃત યુવાનો નાસીરશા સૈયદ અને મેહુલ મકવાણાએ બાળકને મુન્દ્રા પોલીસ મથકે લાવ્યા હતા અને નાસીરશા સૈયદે જન સેવાની હેલ્પલાઇન પર ફોન કરતાં સંસ્થાના રાજ સંઘવીને ફોન કરતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને બાળક ને પૂછતા તે કઈં બોલી શકતો ન હતો. ત્યારે એક કલાક બાદ એ બાળક ના પિતા પોલીસ મથકે પહોંચી આવતા એ બાળકને સુપ્રત કરાયો હતો. એ બાળકનું નામ પરેશ ભારમલ પાતારિયા છે અને ભૂખી નદી વાડી વિસ્તારમાં રહે છે. આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ પણ સહયોગી બની હતી. મુન્દ્રા પોલીસના સવાભાઈ, ભરતભાઈ અને અજય ભાઈ દેસાઇ અને જન સેવાના રાજ સંઘવીએ સહયોગ આપ્યો હતો.

(11:52 am IST)