Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

યુવાન ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર છ શખ્સો સામે ફરિયાદ

મીઠાપુરના આરંભડા વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલમાં નોકરી કરતા  પારી કલ્યાણદાસ ગોંડલીયા નામનો યુવાન હોસ્પિટલે હતો ત્યારે કમ્પાઉન્ડના બળતણ(લાકડા) બાબતે  ઝઘડો કરી મીઠાપુરના ભરતભા પોલાભા સુમાણીયા, પોસીત્રા ગામના ભરતભા જારુભા જડીયા  તથા ચાર અજાણ્યા શખસોએ છરી-પાઇપથી હુમલો કર્યો હતો. અને ખિસ્સામાંથી રૂ.૪૬૦ ની મતાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. પોલીસે પારસ ગોંડલીયાની ફરિયાદ પરથી છએ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(11:38 am IST)