Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

લવજેહાદની ઘટનાના વિરોધમાં મેંદરડા બંધ : મુસ્લિમ સમાજનો ટેકો

હિન્દુ પરિવારની યુવતિને ટયુશન સંચાલક ઉઠાવી જતા લોકોમાં આક્રોશ

મેંદરડા : લવજેહાદની ઘટનાના વિરોધમાં લોકોએ ટયુશન કલાસના બેનર ફાડયા હતા, સ્કૂટર રેલી આવેદનપત્ર સાથે રોષ ઠાલવ્યો હતો અને ગામ સજ્જડ બંધ રહ્યું હતું.

મેંદરડા, તા. ૧૩ : મેંદરડામાં ટયુશન કલાસ ચલાવતો હનીફ કાદર કાથરોટી ઉર્ફે ઇમરાન શેઠ હિન્દુ યુવતિને ભગાડી જતા લવજેહાદની ઘટનાના વિરોધમાં આજે મેંદરડા સજ્જડ બંધ રહ્યું છે અને મુસ્લિમ સમાજ પણ આ બંધમાં જોડાયો છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મેંદરડામાં એ.જી. ટયુશન કલાસ ચલાવતો હનીફ કાદર કાથરોટી ઉર્ફે ઇમરાન શેખે ત્યાં આવતી યુવતિને ભગાડી જતા તેની સામે ભારે આક્રોશ ફેલાયો છે. લવજેહાદની  આ ઘટનાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, બજરંગદળ તથા મેંદરડા અને ઝીંઝુડા ગામના લોકોએ ડેપ્યુટી કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ મુસ્લિમ યુવકને ઝડપી લઇને તેની સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આ અંગે મોમીન સમાજ અને મુસ્લિમ સમાજે પણ આક્રોશ છાલવ્યો હતો.

આજે મેંદરડાએ સજ્જડ બંધ પાળ્યો છે અને બાઇક રેલી યોજી હતી અને કલાસીસના બેનરો ફાડયા હતા.

મેંદરડામાં આજે બંધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. (૮.૯)

(12:01 pm IST)