Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મોરબીઃ નવજીવન શાળાની બાળાઓ પ્રથમ

મોરબીઃ  શહેરમાં જિલ્લાની બાળ પ્રતિભા સ્પર્ધાઓ જેવી કે લગ્નગીત વિભાગ A-B, સમૂહસંગીત અને લોકગીતની જિલ્લાકક્ષાની સ્પર્ધામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હીરલબેન વ્યાસની હાજરીમાં યોજાઇ હતી. આ તમામ સ્પર્ધામાં નવજીવન વિદ્યાલયની બાળાઓએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.શાળાના કેમ્પસ ડાયરેકટર ડી.બી પાડલીયા તથા આચાર્ય અતુલભાઇ તેમજ સર્વ નવજીવન વિદ્યાલયના સ્ટાફે શુભકામના પાઠવી હતી.

(3:02 pm IST)