Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સાવરકુંડલાના સુખનેરામા બંધ પર નવા નીરના નારણભાઇ કાછડીયાની અધ્યક્ષતામા વધામણા

સાવરકુંડલાઃ સુખનેરા પર વર્ષો પહેલા એક ભવ્ય સાઇડ વાળો બંધ બાંધવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં તાલુકામાં વરસાદનું પ્રમાણ ઓછુ રહેવાના કારણે આ ડેમમાં એક પણ ટીપુ પાણી ભરાયુ ન હતુ. આ વર્ષે તાલુકા ઉપર મેઘરાજાની મહેરબાની થતા ડેમમાં નવા નીરના સાંસદ નારણભાઇ કાછડીયાએ શાસ્ત્રોકત વિધીપ્રમાણે વધામણા કર્યા હતા. આ તકે એ.પી.એમ.સી. ચેરમેન દિપકભાઇ માલાણી,વા.ચેરમેનશ્રી મનજીબાપા તળાવીયા, જીવનભાઇ વેકરીયા, શરદભાઇ પંડ્યા, ઘનશ્યામભાઇ ડોબરીયા, મહેશભાઇ સુદાણી, પોપટલાલ તળાવીયા, પુનાભાઇ ગજેરા, મંગળુભાઇ ખુમાણ, જસુભાઇ ખુમાણ, પ્રવીણભાઇ કોટીલા, પરાગભાઇ ત્રીવેદી, ચેતનભાઇ માલાણી, ચીમનભાઇ શેખડા, લાલભાઇ મોર, કીશોરભાઇ બુહા, જયસુખભાઇ સાવલીયા, રામદેવસિંહ ગોહીલ, હેમાંગભાઇ ગઢીયા, રાજુભાઇ દોશી, અવીંદભાઇ મેવાડા, જગદીશભાઇ ઠાકોર, હીમતભાઇ લાખાણી, મુસ્તાકભાઇ જાદવ, વિઠલભાઇ વાડદોરીયા, ભરતભાઇ કથીરીયા, જગદીશભાઇ ધડુક, ચીરાગ હીરપરા, સુરજભાઇ સાવજ, ધીરૂભાઇ ધડુક, લાલાભાઇ રબારી, મુકેશભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ સભાયા, નનકાભાઇ મૈસુરીયા, ભાવીન કચ્છી, હસુભાઇ ચાવડા, લાલાભાઇ ગોહીલ, હસુભાઇ સુડાસમા, રવીન્દ્રભાઇ ધંધુકીયા, ધર્મેન્દ્ર મહેતા, જયસુખભાઇ રાણોલીયા, રમેશભાઇ ચૌહાણ, દીનેશભાઇ સુરાચંદા, પરેશભાઇ, તુશારભાઇ રાણોલીયા, સહીત ૨૦૦ થી વધારે સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રામાપીર મંદીરમાં મીટીગનું આયોજન કર્યુ હતુ. નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે આવતા વર્ષે શહેરના નાગરીકો અ ને ભાજપના આગેવાનો આગળ આવી એક સમીતી બનાવે અને શહેરના લોકો જેટલી રકમ એકઠી કરે તેની સામે ૮૦ ટકા રકમ સરકારશ્રીમાંથી લાવી દેવાની જવાબદારી છે. તેમજ શીયાળામાં આ ડેમ ખાલી થાય તરત જ આજુબાજુના ગામડાના લોકો જેને મોટી લેવી હોય તેમણે માટી લઇ જવા માટેની સરકારશ્રીમાંથી મંજુરી લાવી આપીશ. આ ડેમને આવતા વર્ષે ૧૦ ફુટ ઉડો કરવાનો અને વેસ્ટવીયર જે નબળુ પડી ગયુ છે તેને ફરીયાદ રીપેર કરી એક મીટર આ વેસ્ટવીયરને ઉચું લેવામાં આવે તો સાવરકુંડલા શહેરની જનતાને ૭૦૦ ફુટ ઉડા બોરનું ક્ષારયુકત પાણી પીવે છે તે પાણી પીવાનો પ્રશ્ન રહે નહી. આ પ્રસંગે રામદેવ પીર મંદીરના આગેવાનોએ સાંસદશ્રી પાસે ગ્રાન્ટ માંગતા તેમણે કાયદાની ગાઇડલાઇન મુજબ રહીને પાંચ વર્ષમાં ગમે ત્યારે રૂ.૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે આયોજન જીવનભાઇ વેકરીયા, શરદભાઇ પંડ્યા, તથા પોપટલાલ તળાવીયાએ કર્યુ હતું. તેમ સતીષ મહેતાની યાદી જણાવ્યુ છે.(તસ્વીરઃ અહેવાલઃ ઇકબાલઃ ગોરી-સાવરકુંડલા)

(1:07 pm IST)