Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં રાશી સીડઝ દ્વારા કોટન ક્રોપ કેર રથનો પ્રારંભ

સાવરકુંડલા  : દેશની પ્રતિષ્ઠીત કૃષિ બિયારણ ઉત્પાદક કંપની રાશી સીડઝ મારફત કપાસના પાક માટે અતિ નુકશાનકારક ગુલાબી ઇયળના રોગના નિયંત્રણ અને ઉપાય બાબતે ખેડુતોમાં માહીતી અને જાગૃતી લાવવા માટે જરૂરી પ્રચાર અને ખેડુત સંપર્ક માટે રાશી સીડઝ દ્વારા લોચ કરેલ અન્વયે C4  કમ્પેઇન પ્રોજેકટ અન્વયે કોટન ક્રોપ કેર રથનો પ્રારંભ યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણીએ ઉદ્ઘાટન કરીને રાશી સીડઝ દ્વારા લોંચ કરવામાં આવેલ. વા. ચેરમેન મનજીભાઇ તળાવીયા, ડાયરેકટશ્રીઓ જસુભાઇ ખુમાણ, ચેતનભાઇ માલાણી, હરેશભાઇ મશરૂ, અશ્વીનભાઇ માલાણી, કીશોરભાઇ બુહા, તા.પ. પ્રમુખશ્રી રાઘવભાઇ સાવલીયા, જી.પં. સદ્સ્ય લાલભાઇ મોર, ભાજપ અગ્રણીશ્રી જીવનભાઇ વેકરીયા, પોપટલાલ તળાવીયા, ચીરાગભાઇ હીરપરા, કંપનીના સેલ્સ મેનેજરશ્રી શેરઠીયા અને જીલ્લાના ડીલર ધીરૂભાઇ વઘાસીયા, અને બહોળી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહયા હતા. સાથે પ્રોજેકટને અનુરૂપ ગુલાબી ઇયળના ઉપદ્રવના પ્રિવેન્શન માટે વૈજ્ઞાનીકોએ તૈયાર કરેલ ટ્રેપનું વિતરણ ઉપસ્થિત ખેડુતોને કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાશી સીડઝના સેલ્સ મેનેજરશ્રી શેરઠીયાએ ગુલાબી ઇયળો આવ્યા પછી ખેડુતોના પાક માટે જે ગંભીર પરિણામો આવે છે તેની માહીતી આપેલ. ઉદ્ઘાટક દિપકભાઇ માલાણીએ જણાવેલ કે રાશી સીડઝ દેશની એક પ્રતિષ્ઠીત અને જાયન્ટ કંપની છે. આપણા વિસ્તારના ખેડુતોમાં પણ રાશી સીડઝ માટે ભારે મોટો ક્રેઝ રહયો છે અને એક ટાઇમે તો રાશીના ડીલરોની દુકાનો પર રાશી સીડઝની થેલીઓ મેળવવા માટે રાતથી જ ખેડુતોની લાઇનો લાગી જતી તે દ્રશ્યોના  પણ આપણે સાક્ષી છીએ.

(1:05 pm IST)