Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ભાવનગર જિ. કેમીસ્ટ એસો.ના પ્રમુખની પદ ગ્રહણ

ભાવનગર તા ૧૪ : ભાવનગર જિલ્લા કેમીસ્ટ એસોસીએશનની સામાન્ય સભા, ચુંટણી અધિકારીશ્રીએ, જિલ્લા પ્રમુખ તરીકે પ્રદિપભાઇ મહેતાની પદગ્રહણ વિધી કરાવેલ. ત્યારબાદ પ્રમુખ મહેતાએ માનદમંત્રી તરીકે ભીષ્મ વોરાની, ખજાનચી તરીકે જતીન ઘેલાણીની તેમજ ઉપપ્રમુખ તરીકે શાંતિભાઇ મહેતા (પાલિતાણા) અને બળવંતસિંહ જાડેજા (મહુવા) ની નિમણુંક કરેલ, જયારે સહમંત્રી તરીકે પલક ભાવસાર (સણોસરા) સહખજાનચી તરીકે ઠક્કરની નિમણુંક કરેલ જે જિલ્લાના સમગ્ર સભ્યોએ વધાવી લીધેલ.

સેન્ટ્રલ ઝોનના વર્કશોપના પ્રારંભમાં જિલ્લા પ્રમુખ પ્રદિપભાઇ મહેતાએ મહેમાનોનું સ્વાગત કરેલ, ત્યારબાદ તેમના હસ્તે ચૂંટણી અધિકારીશ્રીઓનું સન્માન કરવામાં આવેલ, તેમજ નિવૃતી જાહેર કરતા રાજુલા તાલુકાના માનદમંત્રીશ્રી બીપીનભાઇ લહેરીનું સન્માન કરેલ.

સેન્ટ્રલ ઝોનના વર્કશોપમાં GST કમિશનર મધુકરકુમારે દરેક મુદ્દાઓ ઉપર વિસ્તૃત માહીતી પૂરી પાડતા જણાવેલ કે, ''દવા બજાર'' એક એવું માર્કેટ છે કે જેમાંથી સરકાર પુરેપુરૂ રેવન્યું મેળવે છે કેમિસ્ટોના ગુજરાત સ્ટેટ લેવલના પ્રમુખ અલ્પેશભાઇ પટેલ, નાર્કોટીકસ ડ્રગ્ઝનું વેચાણ પ્રિસ્ક્રીપ્શન વગર ન થાય તેનું ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવું તે આપણી સમાજ પ્રત્યેની ફરજ ગણાશે. વધુમાં ઓનલાઇન ફોર્મસી અંગેની લડત શરૂ જ છ ેતેમ જણાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનદમંત્રીશ્રી ભીષ્મ વોરાએ કરેલ હતું.

(11:41 am IST)