Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

માળીયાના ખાખરેચી ગામે સસ્તા અનાજની દુકાન પર મામલતદારનો દરોડો અનાજનો જથ્થો સીઝ કરી દુકાનને સીલ

માળીયા મિંયણા તા.૧૪: ખાખરેચી સસ્તાઅનાજની દુકાને ગ્રાહકોને અપુરતો માલનો જથ્થો અપાતો હોવાની ફરિયાદના આધારે દરોડો પાડી દુકાનને સીલ કરી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. માળીયામિંયાણાના ખાખરેચી ગામે વર્ષોથી સસ્તા અનાજની દુકાન ચલાવતા વિનુભાઈ શામજીભાઈ પરમારની દુકાન પર આજે મામલતદારે અચાનક દરોડો પાડી સીલ મારી દીધુ હતુ જેમા સસ્તા અનાજની દુકાન સમયસર ખુલતી ન હોય અને ગ્રાહકોને અપુરતો જથ્થો અપાતો હોવાની ફરિયાદના પગલે મામલતદાર સી.બી.નિનામા સહીતનાઓએ ઓચિંતો દરોડો પાડી દુકાનમાં ચેકીંગ હાથ ધરી દુકાનમાં રહેલા અનાજ અને કેરોસીનના જથ્થાને સીઝ કરી દુકાનને સીલ લગાવી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે ખાખરેચી ગામે આવેલ સસ્તા અનાજની દુકાન લાંબા સમયથી ચાલતી હોય અપુરતો જથ્થો અપાતો હોવાની ફરિયાદના પગલે મામલતદારે લાલઆંખ કરી છે અને ખાખરેચી સસ્તા અનાજની દુકાનને સીલ મારી વધુ કાર્યવાહી કરી છે ્પ્રાપ્ત વિગત મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલતી વિનુભાઈ શામજીભાઈ પરમારની સસ્તા અનાજની દુકાન પરથી સાતથી આઠ જેટલા ગામડાઓના લોકો રાશનકાર્ડ પર અનાજ મેળવી રહ્યા છે જે દુકાન સમયસર ન ખુલતી હોવાથી ગ્રાહકોને ધરમ ધક્કા થતા હોય ઉપરાંત દુકાનમાંથી અપૂરતો માલનો જથ્થો અપાતો હોવાની ફરિયાદના પગલે મામલતદારને કાર્યવાહીની સૂચના મળી હોય જેના પગલે મામલતદાર સી.બી.નિનામા અને પુરવઠાના નાયબ મામલતદાર જગદીશ મેણીયા સહીતના સ્ટાફે આ દુકાન ઉપર ઓચિંતો દરોડો પાડી ચેકીંગ કર્યુ હતુ અને દુકાનમાં રહેલા ઘઉં ૩૬૧ કટા ચોખાના ૧૯૩ કટા કેરોસીન ત્રણ હજાર લીટર તેમજ ખાંડ તેલ અને તુવેરદાળ સહીતના જથ્થાને સીઝ કરી દુકાનને સીલ મારી દીધુ હતુ આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહ્યાનુ જાણવા મળ્યુ છે.

(11:40 am IST)