Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ઉનાઃ ભીમપરા વિસ્તાર ગંદકીને પરિણામે મચ્છરપરામાં ફેરવાયાં

ઉના,તા.૧૪: ઉના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં ૫ માં ભીમપરા વિસ્તારમાં જવા માટેનાં મુખ્ય રોડ ક્રિષ્ના પાર્ટી પ્લોટ પાસે વરસાદી પાણીનો નિકાલના થતા અહિયાં પાણી ભરાઈ ગયા છે.આ બાબતે તંત્રને યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા ટ્વીટર તથા ટેલિફોનીક રજૂઆતો કરેલી પરંતુ તંત્ર ને લોકોની ચિંતા જ ના હોય તેમ આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.પાણી ભરાઈ જવાથી રાહદારીઓ, વિધાર્થીઓ, મહિલાઓ દરરોજ હેરાન પરેશાન થાય છે.વરસાદી ગંદા પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે

તંત્ર દોગલી નીતિ રાખતું હોય તેવું લાગી રહ્યું છે કારણે ભાજપના પ્રદેશનાં નેતા દ્વારા અમદાવાદનાં એક રોડ અંગે એક ટ્વીટ કરતાં તંત્ર દ્વારા ફકત બે જ કલાકમાં એ વિસ્તારનું સમારકામ ચાલું કરી દીધું હતું જયારે અહિયાં ઉનાના સામાજિક આગેવાન દ્વારા કેટલાં દિવસોથી તંત્રને ટ્વીટ કરી રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું આગામી દિવસોમાં તંત્ર આ વિસ્તારમાંથી ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરશે કે પછી લોકો આમ જ હેરાન થતા રહે એ તો હવે આવનારો સમય જ બતાવશે.

(11:37 am IST)