Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ઉના : પરિણિતાનું અપહરણ કરીને છરી બતાવી દુષ્કર્મ કરીને સોનાનું મંગળસુત્ર અને કડીની લૂંટ

ઉના તા ૧૪ :  પીયરમાં પરિણિતાને ઓલવાણ ગામનો યુવાન મોટર સાયકલ ઉપર અપહરણ કરી છરી બતાવી જુદી જુદી જગ્યાએ લઇ જઇ ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કરી મહીલાએ પહેરેલ સોનાના દાગીના ૩૫૦૦ પડાવી લઇ જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકીની ફરીયાદ દાખલ કરાઇ છે.

પરિણિત યુવતીને માથાકુટ થતાં પીયર રીસામણે આવી હતી અને ઉના વેરાવળ રોડ ઉપર ચાલીને જતી હતી ત્યારે ઉના ના ઓલવાણ ગામનો નાથુ વીરાભાઇ ડોડીયા જાતે કારડીયા, મોટર સાયકલ ઉપર આવી યુવતીને મોટર સાયકલ પાછળ બેસાડી પાલડી તથા અન્ય ગામોમાં અવાવરી જગ્યાએ લઇ જઇ છરી બતાવી બે વખત પરિણીત યુવતી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરેલ હતું.

ગળામાં પહેરેલ મંગળ સુત્ર ૧૫ ગ્રામ તથા કાનની સોનાની કડી નંગ-ર રૂા ૩૫૦૦ કિંમતની બળજબરીથી  કાઢી, જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો  નોંધી તપાસ શરૂ કરી છે.

(11:36 am IST)