Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ભાવનગર સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં સભ્યો દ્વારા દબાણ, રસ્તાની ખરાબ હાલત સહિતના મુદે રોષ ઠાલવ્યો

ભાવનગર તા. ૧૪ :.. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન યુવરાજસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સ્ટેન્ડીંગ કમીટીના સભ્યોએ શહેરમાં ગેરકાયદેસર દબાણો અંગે કાર્યવાહી ન થવા બાબત, શહેરના રોડની બદતર હાલત અને આક્રોશભેર રજૂઆત કરી હતી.

વિકાસ કામ માટે જે તે એજન્સીઓ દ્વારા કામની મોડી શરૂઆત કરવી, સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરવું, કામની ગુણવતા બાબતે યોગ્ય પગલા ભરવાના બદલે મુદતમાં વધારો કરવાની અધિકારીઓની નીતિની પણ સભ્યો દ્વારા આલોચના કરવામાં આવી હતી.

કરચલીયાપરા વોર્ડમાં આવેલ મચ્છી માર્કેટના બિલ્ડીંગનું ફેર બાંધકામ કરવા અંગેનો ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો. જયારે બાકીના ઠરાવ ચર્ચા-વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતાં.

(11:32 am IST)