Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટીક-ફૂડ અંગે સઘન ચકીંગ

ભાવનગરઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના કળિયાબીડ, તળાજા રોડ તથા આસપાસના વિસ્તારોમાં મીઠાઇ-ફરસાણ અને ખાદ્યપદાર્થો વેંચતા વેપારીને ત્યાં ખાદ્યપદાર્થોની ગુણવતા, સ્વચ્છતા અને પ્લાસ્ટિકના નિયમાનુસાર વપરાશ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ ટીમ દ્વારા આ વિસ્તારના ૪૩ જેટલા વેપારીઓને ત્યાં કરવામાં આવેલ તપાસમાં કશું વાંધાજનક જણાયું ન હતું. (તસ્વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ-હિરાણી-ભાવનગર)

(11:31 am IST)