Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મોરબીના મચ્છુ-૨ ડેમમાં ડૂબી જતા તરૂણ કાના ભોજવીયાનું મોત

મુંબઈ, તા. ૧૪ :. મોરબીના જોધપર ગામ પાસે આવેલા મચ્છુ-૨ ડેમમાં ડૂબી જવાથી તરૂણનું મોત નિપજ્યું છે.

બનાવની મળતી વિગતો મુજબ મોરબીના લાયન્સનગરમાં રહેતો કાનો સાગરભાઈ ભોજવીયા (ઉ.વ. ૧૩) જોધપર ગામ પાસે આવેલા મચ્છુ-૨ ડેમમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો. જેમા તેનુ મોત નિપજ્યુ હતું. આ બનાવની તાલુકા પોલીસે જાણ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:29 am IST)