Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પોરબંદરમાં કાલે આયુષ્યમાનજન આરોગ્ય યોજના સંદર્ભે રેલી યોજાશે

આજથી જિલ્લામાં ખેલમહાકુંભની સ્પર્ધાઓનો પ્રારંભ

પોરબંદર ,તા.૧૪: પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન જન આરોગ્ય યોજના સંદર્ભે જન જાગૃતી રેલી યોજાશે. આ રેલી તા. ૧૫નાં રોજ ૮-૩૦ કલાકથી જિલ્લા પંચાયત થી શરૂ કરી બાલુબા સ્કુલ ફુવારા, સીવીલ હોસ્પિટલથી જિલ્લા પંચાયત પરત ફરશે. જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીવતીબેન પરમાર રેલીને પ્રસ્થાન કરાવશે.

તા ૧૬નાં રોજ જિલ્લામાં કાર્યરત ૧૪ હેલ્થ સેન્ટરો ખાતે નોન કોમ્યુનીકેબલ ડિસિઝ ટીમ દ્વારા બીનચેપી રોગોનું સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરાયુ છે. સ્ક્રીનીંગ કેમ્પની સાથે આયુષ્યમાન જન આરોગ્ય યોજનાના કાર્ડ કોમન સીવીલ સેન્ટરનાં સહયોગથી કાઢી અપાશે લાભાર્થીઓએ સબંધીત હેલ્થ સેન્ટરો ખાતે જરૂરી સાધનીક કાગળો સાથે લાવવા. આયુષ્યમાન ભારત પખવાડીયાની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હોવાનું જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.

(11:24 am IST)