Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ગીર અભ્યારણમાં ખોડિયાર રાઉન્ડના જંગલમાંથી બે ચંદનચોર ઝડપાયા

વન વિભાગે બાતમીના આધારે વોચ ગોઠવીને મહારાષ્ટ્રના બંનેને દબોચી લીધા

 

અમદાવાદ: જૂનાગઢ વન વિભાગ હેઠળ આવતા ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્યનાં દક્ષિણ વન વિસ્તારમાં પ્રવેશ કરી ચંદનની ચોરી કરતા બે શખ્શોને પકડી લેવાયા છે

વન વિભાગને બાતમી મળી હતી કે, કેટલાક અજાણ્યા પરપ્રાંતિય લોકો અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા ખોડીયાર રાઉન્ડના જંગલ વિસ્તારમાં પ્રવેશ્યા છે.

બાતમીના આધારે ફોરેસ્ટર એચ.એમ રાઠોડ અને આર.એફ.. ભગીરથસિંહ ઝાલાએ નાયબ વન સંરક્ષક ડૉ. એસ.કે. બેરવાલના માર્ગદર્શન હેઠળ જંગલમાં રાતના વૉચ ગોઠવી હતી અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન, ગીરનાર અભયારણ્ય વિસ્તારની ચકાસણી કરતા આરોપી મુસ્તફાખા મહેબૂખા પાટ અને સરદાર શાહા ગફૂર શાહા એમ બે જણા પકડાયા હતા. બંને લોકો મહારાષ્ટ્રના ઔરંગાબાદના રહેવાસી છે. બંનેએ આરક્ષિત વૃક્ષ ચંદનના લાકડા કાપી અને ચોરી કરવાનો ગુન્હો કરતા જૂનાગઢ વન વિભાગે પકડી પાડ્યા હતા

(12:45 am IST)