Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર વસ્તડી ગામના પાટીયા પાસે ગેસ ભરેલુ ટેન્કર પલ્ટી જતા નાસભાગ

ક્રેઇનની મદદથી ટેન્કરને સલામત સ્થળે લઇ જવાયું

 વઢવાણ, તા., ૧૪: રાજકોટ-અમદાવાદ હાઇ-વે  ઉપર વસ્તડી ગામના પાટીયા પાસે મોડી રાત્રીના પલ્ટી મારી જતા આ ગેસ ટેન્કર વિશાળકાય  વૃક્ષ સાથે અથડાઇ પલ્ટી જતા દોડધામ મચી ગઇ હતી.

આ ટેન્કર પલટતા હાઇવે ઉપર પસાર થતા વાહનો અટકી પડયા હતા અને આ પલટેલા ટેન્કરમાં ગેસ ભરેલો હોવાના કારણે ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ ઘટનાની જાણકારી લીંમડા પોલીસ મથકને આપવામાં આવતા તુરત જ આ ઘટના સ્થળ ઉપર ફાયર ફાઇટરો સાથે દોડી આવ્યા હતા.

આ પલ્ટાયેલા ટેન્કરને ક્રેઇનની મદદ દ્વારા ઉભુ કરતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જે ટેન્કર ઉભુ કરાતા શાંત બન્યા હતા  અને હાઇવેને પણ પુર્વવતઃ કરાવવામાં આવ્યો હતો. (૪.૪)

(4:00 pm IST)
  • મોંઘવારીમાં રાહત? ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST