Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પોરબંદરમાં કેદારેશ્વર એમ,જી,રોડમાં 150 વર્ષ જૂનું ગણેશ મંદિર:પુત્ર વિહોણા દંપતી કરે છે મનોકામના

મહિલાઓ માટે આસ્થાના કેન્દ્રમાં મનોકામના પૂર્ણ થયે પુત્રની લાડુ તુલા કરવાની રાખે છે માનતા

પોરબંદરમાં કેદારેશ્વર એમ.જી. રોડ પર 150 વર્ષ જુનું ગણેશ મંદિર આવેલું છે.અહીં મહિલાઓ વધુ મનોકામના માને છે. ખાસ કરીને પુત્ર વિહોણા દંપતી અહીં મનોકામના કરે છે.

પોરબંદરના આ પ્રાચીન ગણેશ મંદિર મહિલાઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હજારો લોકો આ મંદિરે દર્શનાર્થે આવે છે અને કંઈકને કંઈક મનોકામના કરતા હોય છે.આ મંદિર મહિલાઓ માટે વિશેષ એટલા માટે છે કે જે મહિલાઓને પુત્ર ન થતો હોય તેવી મહિલાઓ અહીં મનોકામના કરે છે. અને પુત્ર જન્મ થયા બાદ પુત્રની લાડુ-તુલા કરવાની માનતા રાખે છે.

 આ મંદિરમાં અવાર નવાર લોકો લાડુ તુલા કરાવતા હોય છે. ગણપતિને લાડુ અતિપ્રિય હોવાથી લાડુની તુલા કરવાની માનતા પૂર્ણ થાય છે તેવી લોકવાયકા છે.

  પોરબંદરમાં ગણેશજીના બે જાણીતા મંદિર આવેલા છે. અને અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા દૂર-દૂરથી આવે છે. તેમાંય દસ દિવસ સુધી ચાલતા ગણેશોત્સવમાં મેળા જેવું વાતાવરણ જામે છે.

(1:17 pm IST)