Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અટલજીની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે

ભાજપ દ્વારા રાજકોટ, ગોંડલ, જેતપુર, જસદણ, ઉપલેટામાં રવિવારે કાવ્યાંજલી

રાજકોટ, તા. ૧૪ :. પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે તા. ૧૬મીએ રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા-તાલુકા મંડળો પર કાવ્યાંજલિ કાર્યક્રમો રાખવામાં આવેલ છે. તેમ રાજકોટ જિલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતાએ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય જીલ્લામાં નગરપાલિકા દીઠ શ્રદ્ધેય અટલજીની યાદમાં ૭૧ રાજકોટ ગ્રામ્ય તા. ૧૬ને રવિવાર સાંજે ૪ થી ૬ આત્મીય કોલેજ યોગીધામ મીટીંગ હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા અધ્યક્ષ ડી.કે. સખીયાના અધ્યક્ષ સ્થાને સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, કવિ સંજયભાઈ કામદાર સહિતના રાજકોટ જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેશે.

જસદણઃ બીજો કાર્યક્રમ તા. ૧૬ને રવિવારે સવારે ૯ થી ૧૧ કન્યા શાળા હોલ, જસદણ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટ જિલ્લા મહામંત્રી ડો. ભરતભાઈ બોઘરા તથા જસદણ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહેશે. ગોંડલઃ ત્રીજો કાર્યક્રમ તા. ૧૬ને રવિવારે સાંજે ૪ થી ૬ તથા નવા માર્કેટીંગ યાર્ડ, ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, જીલ્લા ભાજપા મહામંત્રી જયંતીભાઈ ઢોલ, જીલ્લા મંત્રી અરૂણભાઈ ઠુંમર તથા ગોંડલ વિસ્તારના જીલ્લા ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહેશે.

જેતપુર-જામકંડોરણાઃ ચોથો કાર્યક્રમ તા. ૧૬ને રવિવારે બપોરે ૩ થી ૬, સ્થળ-નગરપાલિકા હોલ, જેતપુર ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, રાષ્ટ્રીય પરિષદ સભ્ય મનસુખભાઈ ખાચરીયા, જેતપુર શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ શાહ, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બાંભરોલીયા ઉપસ્થિત રહેશે.

ધોરાજી-ઉપલેટાઃ પાંચમો કાર્યક્રમ તા. ૧૬ને રવિવાર સવારે ૧૦ થી ૧૨ સ્થળ-કન્યા શાળા હોલ, બાપુના બાવલા પાસે, ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતા, જીલ્લા મંત્રી નરશીભાઈ મુંગલપરા, જીલ્લા ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, જીલ્લા ઉપપ્રમુખ મુકતાબેન વઘાસીયા તેમજ ધોરાજી-ઉપલેટા વિસ્તારના ભાજપાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા યોજાયેલ કાવ્યાંજલિ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધેય અટલજી દ્વારા લખાયેલી તેમજ તેઓના કંઠે જ થયેલ કાવ્ય પઠનની કવિતાઓનું પઠન તેમજ કવિતાઓની રેકોર્ડેડ સીડી દ્વારા લોકો સામુહિક રીતે સહભાગી થઈ માણી શકે તે પ્રકારનું આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે તેમ અરૂણ નિર્મળ જણાવે છે.(૨-૨)

(12:38 pm IST)
  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST