Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ભાવનગરમાં મહિલાના ઘરમાંથી દારૂની બોટલો જપ્ત

ભાવનગર તા. ૧૪ : ભાવનગર સી ડીવીઝન પોલીસના સ્ટાફે શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા પ્રીતીબેન મનોજભાઇ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-૩૦ કિ.રૂ.૯૦૦ ઝડપી લઇ પ્રીતીબેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પી લઇ આપઘાત

વલ્લભીપુરમાં ચમારડી રોડ રામદેવપીરના મંદિર પાસે રહેતા અશોકભાઇ જીવાભાઇ ઉ.પ૧ નામના આધેડે કોઇ કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યા વહોરી લીધી હતી.(૬.૯)

 

(12:38 pm IST)