Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઉપલેટા કન્યા વિધાલયમાં સ્વયંમ સંચાલન

ઉપલેટાઃ સૌરાષ્ટ્રમાં કડવા પટેલ સમાજની કન્યા છાત્રાલય અને કન્યા વિધાલય સ્થાપના  કરવાનું પ્રથમ શ્રેય જેને જાય છે તેવી નમૂનેદાર પ્રતિષ્ઠિત સંસ્થા ભોવાનભાઇ ગોકળભાઇ પટેલ કન્યા છાત્રાલયની વિધાર્થીનીઓ દ્વારા સંવત્સરીની સ્કુલ રજાની અનોખી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવેલ તેમાં ટયુશન કલાસમાં વિધાર્થી બહેનોએ અન્ય બહેનોને અભ્યાસ કરાવેલ, રસોઇ પણ વિધાર્થીનીઓએ બનાવેલ અને છાત્રાલય સંકુલ તથા ગ્રાઉન્ડમાં સફાઇ અભિયાન ચલાવી સંકુલને સ્વચ્છ બનાવી સ્વયં સંચાલન દિવસ મનાવ્યો હતો. બાળઓના આવા સુંદર કાર્ય બદલ ગૃહમાતા તથા સંસ્થાના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનોએ અભિનંદન આપેલ હતા. (સ્વયં સંચાલન દિવસની ઉજવણીની તસ્વીર)(૧૧.૪)

(12:32 pm IST)