Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

વિંછીયાના છાસીયા પાસે ૧ લાખનો દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબીઃ કાર ચાલાક છૂ

રાજકોટ તા. ૧૪ : વિંછીયા નજીક રૂરલ એલસીબીએ કારમાંથી એક લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, કાર ચાલાક નાસી છુટયો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિને સદંતર બંધ કરાવવા સુચના કરવામાં આવતા. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો દારૂ-જુગારના કેસો શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે વિંછીયા પો.સ્ટે. વિસ્તારના છાસીયા ગામની સીમમાંથી સુરેશ ઉર્ફે સેન્ડો ખીમાભાઇ જોગરાજીયા રહે. છાસીયા તા. વિંછીયાવાળાના હવાલા વળી સ્વીફટ કાર નંબર જીજે-૦૩-એફડી-૮૬૧૪ માંથી ગેર કાયદેસરના વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની ૭પ૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-રપર કિ.૧,૦પ,૬૦૦ તથા સ્વીફટ કાર નંગ-૦૧ કિ. રૂ. ર,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩.૦પ,૬૦૦ નો મુદામાલ કબજે કરી નાશી જનાર ઇસમ સુરેશ ઉર્ફે સેન્ડો ખીમાભાઇ જોગરાજીયા રહે. છાાસીયા તા.વિંછીયા વાળા વિરૂધ્ધ વિંછીયા પો.સ્ટે. પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી એલ.સી.બી.ના હેઙકોન્સ. બ્રીજરાજસિંહ જાડજા, પો.કોન્સ. રહીમભાઇ દલ, મયુરસિંહ જાડેજા, ભોજાભાઇ, રસીકભાઇ જમોડ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર, ડ્રાઇવર પો.કોન્સ. વિનયભાઇ રાજપુત વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(૬.૧૦)

(12:23 pm IST)
  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • મોંઘવારીમાં રાહત? ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST