Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ગાયત્રી મંત્ર એ વિશ્વમંત્રઃ સંસ્કૃત સત્રનો ત્રીજો દિવસ

મહુવામાં પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં આયોજીત સાહિત્ય ગંગાના પ્રવાહમાં જુદા-જુદા વકતાઓના પ્રવચનો સાથે આજે સમાપન

કુંઢેલી- ઇશ્વરીયા-ભાવનગર તા.૧૪: મહુવામાં મોરારીબાપુ પ્રેરીત સંસ્કૃત સત્રમાં વિવિધ વિદ્વાનો સાથે બીજા દિવસે શ્રી ભાણદેવજીએ વકતવ્ય આપતા જણાવેલ કે પતંજલિએ કહયું છે કે, ચિતની વૃતિઓ શમી જાય તે યોગ .

બુધવાર તા. ૧૨ થી શુક્રવાર તા. ૧૪ દરમિયાન શ્રી મોરારીબાપુ પ્રેરિત સંસ્કૃત સત્ર-૧૮માં આ વખતે ઋષિ વિજ્ઞાન વિષય પર વિવિધ વિદ્વાનો સાથે બીજા દિવસે પતંજલિ ઋષિના યોગ વિજ્ઞાન ઉપર વકતવ્ય આપતા શ્રી ભાણદેવજીએ યોગ સંદર્ભે કેટલીક ધારણાઓ પર પ્રકાશ પાડયો હતો. તેમણે જણાવ્યું કે પતંજલિએ કહયું છે કે, ચિતની વૃતિઓ શમી જાય તે યોગ, યોગ વિજ્ઞાનએ માત્ર શારીરિક-કવાયત નહિ પણ અધ્યાત્મ વિદ્યા છે. તેમણે કહયું યોગ એ સાંપ્રદાયિક નહિ સર્વમાન્ય છે.

બપોર પછીની સંગોષ્ઠિ-૪માં ઋષિ વિશ્વામિત્ર સાથેના ગાયત્રી વિજ્ઞાન સંદર્ભે શ્રી રવિન્દ્ર ખાંડવાળાએ વાત કરી કે ગાયત્રી મંત્ર એ વિશ્વમંત્ર છે. તેમણે વિશ્વામિત્ર ઋષિના તપ અને છાંદોગ્ય ઉપનિષદ અંગે વાત કરી જણાવ્યું કે પ્રાણોનું રક્ષણ કરનાર વિદ્યા એટલે ગાયત્રી.

પ્રારંભે કણાદ ઋષિ અને અણુ વિજ્ઞાન વિષય ઉપર શ્રી વસંતભાઇ પરીખે હાસ્ય સાથે મનનીય વકતવ્યમાં કણાદ ઋષિની મીમાંસા પદાર્થવાદી છે તેમ જણાવી પરમાણું એ દેખાતા નથી પરંતુ નિત્ય છે, વિશેષ છે તેમ ઉમેયુંર્.

બપોર પછીની આ બેઠકનું સંયોજન નવનીત જોષીેએ અને સવારની બેઠકનું સંયોજન બલદેવાનંદ સાગર દ્વારા કરાયું હતું.

સવારની સંગોષ્ઠી-૩માં વાત્સયાયન ઋષિના કામ વિજ્ઞાન અંગે શ્રી નવનીત જોષીએ ધર્મ,અર્થ, કામ અને મોક્ષ એ બ્રહ્માજીનું સર્જન હોવાના ઉલ્લેખ કરી કામ વિજ્ઞાન ને ઋષિ વાત્સયાયન દ્વારા સંકલિત કર્યાનું જણાવ્યું.

આર્યભટ્ટ ઋષિ સાથે ખગોળ વિજ્ઞાન બાબત વકત્વય શ્રી ગુલામ દસ્તગીરી બિરાજદાર દ્વારા અપાયું હતુ જેમાં આર્યભટ્ટ પરિચય સાથે તેના ખગોળ નિર્ણયની તુલના વગેરે સંદર્ભે પ્રકાશ પાડયો.શ્રી મહેશ ચંપકલાલ દ્વારા ભરતઋષિના નાટ્ટયવિજ્ઞાન સંદર્ભે રસભરી વાત કરી ભવાઇ તથા અન્ય નાટ્ટય ઉપક્રમ અંગે જણાવ્યું.

શ્રી મોરારીબાપુ વતી પ્રારંભે શ્રી હરિશચંદ્રભાઇ જોષીએ ગણેશ ચતુર્થીની સોૈને શુભકામના પાઠવી હતી. કેટલાક પુસ્તકોનું મોરારીબાપુને અર્પણ-લોકાપર્ણ થયું હતું.(૧.૫)

(12:21 pm IST)