Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

જૂનાગઢમાં એલસીબીની ખોટી ઓળખ આપી યુવાન પાસેથી બે હજાર પડાવી લીધા

જૂનાગઢ તા. ૧૪ :.. જુનાગઢમાં નકલી એલસીબીની ખોટી ઓળખ આપીને ત્રણ શખ્સોએ યુવાન પાસેથી રૂ. ર૦૦૦ હજાર પડાવી લીધા હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની વિગતો એવી છે કે જૂનાગઢમાં કાળવા ચોક પાસે આવેલ મુબારક બાગમાં રહેતા રાજેશ હીરાભાઇ મકવાણા, (ઉ.ર૩) પાસે ગઇકાલે ત્રણ અજાણ્યા શખ્સો, આવીને તેઓ જૂનાગઢ એલસીબી પોલીસમાં હોવાની ઓળખ આપી હતી.

તેમજ પોલીસ જેવુ ઓળખ કાર્ડ બતાવીને દારૂનો  કેસ કરવો ન હોય તો પૈસા આપવા પડશે તેમ કહીને રાજેશ પાસેથી રૂ. ર૦૦૦ કઢાવી લીધા હતાં.

આ અંગે યુવાને ફરીયાદ કરતાં બી. ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. (પ-૧૭)

(12:17 pm IST)