Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

મીઠાપુરના દરિયાઈ વિસ્તારમાં દિપડાએ દેખા દીધી

પગના નિશાન જોવા મળ્યાઃ ગાયોનું મારણ કર્યાની ચર્ચા

મીઠાપુર, તા. ૧૪ :. મીઠાપુરના દરિયાઈ વિસ્તારમાં દીપડાએ દેખા દેતા દોડધામ મચી ગઈ છે. ગાયોના મારણ કરાયાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. દીપડાના પગના નિશાનો દેખાતા ટાટા કેમિકલ્સ દ્વારા નોટીસ લગાડીને લોકોને સાવચેત કરાયા છે.

ઓખા મંડળના મીઠાપુર ગામે દરીયા કિનારે ફરીથી દીપડો હોવાના અહેવાલો મળ્યા છે.

તેથી ટાટા કંપની દ્વારા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. આશરે ૩ મહિના પહેલા પણ આવા અવશેષો મળ્યા હતા.

તેથી કંપની દ્વારા સલામતીના ભાગરૂપે જાહેર જનતાને ધ્યાન રાખવા વિનંતી કરી હતી.(૨-૪)

(12:15 pm IST)
  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST