Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

મેટોડા જી.આઇ.ડી.સીમાં કારમાં દારૂનો જથ્થો પકડાયોઃ ઘનશ્યામ પટેલની ધરપકડ

રાજકોટ, તા.૧૨: મેટોડા જીઆઇડીસીમાં કારમાં દારૂના જથ્થા સાથે નીકળેલ પટેલ શખ્સને લોધીકા પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણાના હુકમથી તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ પ્રોહી જુગાર નેસ્ત નાબુદ કરવાની સુચના અન્વયે મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પ્રો.એ.એસ.આઇ. એચ.આર.જાડેજાને મળેલ ચોકકસ હકીકતને આધારે લોધીકાના પો.સબ.ઇન્સ એચ.પી.ગઢવી પ્રો.એ.એસ.આઇ એચ.આર.જાડેજા પો.હેડ કોન્સ ઇમરાનભાઇ રહીમભાઇ, પો.હેડ.કોન્સ વલ્લભભાઇ મગનભાઇ તથા પો.કોન્સ ઉપેન્દ્રસિંહ જીતુભા બધા હકીકત વાળી જગ્યાએ મેટોડા જીઆઇડીસીમાં રાજકોટ કાલાવડ રોડ ઉપર ગેઇટ નં.૩ પાસે જીજે૦૧ એચજે૫૦૭૮ રજી.નં મારૂતી સુઝુકી વેગનઆર કારની વોચમા હતા તે દરમિયાન કાર નીકળતા રોકી તપાસ લેતા ડેકીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની ૭પ૦ એમ.એલ.ની અલગ અલગ બ્રાન્ડની શીલ પેક બોટલો નંગ-૩પ કિં રૂ.૧૧,૬૦૦/નો તથા ઇંગ્લીશ દારૂના ચપલા નંગ-૪૬ કિ. રૂ.૩૨૨૦/ મળી કુલ કિં. રૂ.૧,૧૪,૮૨૦/ના મુદામાલ સાથે મળી આવતા ઘનશ્યામભાઇ છગનભાઇ કાબરીયા જાતે પટેલ ઉ.વ.૨૭ રહે. હાલ-મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૨ સામે શ્રીનાથજી પાર્ક સોસાયટી હરીભાઇ ગઢવીની ઓરડીમાં ભાડેથી તા.લોધીકા જી.રાજકોટ મુળગામ-અમરેલી કેરીયા રોડ ભોજલપરા શેરી નં.૯ જી.અમરેલી વાળા વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી ધરપકડ કરાઇ હતી.(૨૩.૬)

 

(12:12 pm IST)