Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

વાંકાનેરમાં પ૦ થી વધુ પંડાલના ગણેશજીની નગરયાત્રાઃ હિન્દુ-મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત

વાંકાનેર તા. ૧૪ : શહેર ગણપતી મય બની ગયું હતું. અને સવારથી ''જયગણેશ જય ગણશે દેવા'' તથા ગણપતીબાપા મોરીયાના જયનાદો સાથે શહેર ગુંજી ઉઠયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીગણેશ ઉત્સવ સમિતિના જીતુભાઇ સોમાણીના નેતૃત્વમાં જીનપરા ચોકથી વિશાળ શોભાયાત્રા શરૂ થઇ હતી.

જેમાં શહેરના જુદા જુદા વિસ્તારના જાહેર પંડાલોના પ૦ થી વધુ સ્થાપીત થનાર ગણેશજી શણગારેલા વાહનોમાં બીરાજમાન થઇ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને નગરયાત્રા કરી સૌ ઉપર આશિર્વાદ વરસાવ્યા હતા.

જીનપરા ચોકમાં યાત્રાના મુખ્ય માર્કેટ ચોક કા રાજા ગણેશજીની વિશાળ મર્તિ રથમાં ગણપતી બાપુનું પુજન વૈદીક મંત્રોચ્ચાર સાથે થયેલ આ વેળાએ ગાયત્રી શકિતપીઠના અશ્વીનભાઇ રાવલ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના કાનજીભાઇ પટેલ (પટેલબાપુ) રઘુનાથજી મંદિરના રેવાદાસ હરીયાણી, રાજયગુરૂશ્રી નાગાબાવાજી જગ્યાના મહંતશ્રી જગદીશગીરી ગોસ્વામી, દલપતગીરી ગોસ્વામી, નગરપાલીકાના પ્રમુખ રમેશભાઇ વોરા, ઉપ પ્રમુખ ધમેન્દ્રસિંહ બાબુલાલ ઉધરેજા, હીરાભાઇ બાંભવા, ગુજરાત કોળી સમાજની સંસ્થાના અગ્રણી જીજ્ઞાશાબેન મેર, મોરબી જીલ્લા ભા.જ.પના સંગીતાબેન વોરા, ઇન્દુબા જાડેજા, વિ.હી.પ.ના અમરશીભાઇ મઢવી, ડો. ભરતસિંહ ઝાલા, દિનુભાઇ વ્યાસ, શાંતુભા ઝાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, શિવસેનાના પ્રમુખ મયુર ઠાકોર તેમજ જુદીજુદી સંસ્થા અને જ્ઞાતિના અગ્રણીઓ નગરપાલિકાના સદસ્યો તેમજ જુદા જુદા પંડાલના સંચાલકો વિગેરે બોહળી સંખ્યામાં ભાવીકો જોડાયા હતા.

શ્રી ગણેશ મહોત્સવ સમિતિના અધ્યક્ષ જીતુભાઇ સોમાણી અને શોભાયાત્રાનું સીટી સ્ટેશન રોડ ઉપર ખોજા સમાજ દ્વારા પુષ્પવર્ષા કરી સન્માન કરવમાં મુસ્લીમ સમાજના અગ્રણી મહમદભાઇ રાઠોડે યાત્રાનું સન્માન કરેલ દરબારગઢ રોડ ઉપર શ્રી બાલકૃષ્ણ લાલજી અને શ્રી ગોવર્ધન નાથજી હવેલીના મુખ્યાજી અને ટ્રસ્ટીઓએ સન્માન કર્યુ હતું ડી.જી.ના સંગીત સાથે ઢોલ નગારના સંગીત ઉપર હુડો રાસ, તલવારબાજી, લાઠી દાવના હેરત ભર્યા કાર્યક્રમો ભાવીકોએ શોભાયાત્રામાં રજુ કર્યા હતા. શોભાયાત્રાનું માર્કેટ ચોકમાં વિશસેનાએ પણ ભવ્ય સન્માન કર્યું હતું.(૬.૧૧)

(12:09 pm IST)
  • પોલીસના જાપ્તામાંથી 3 આરોપી ફરાર :વાપીની ડુંગરા પોલીસના જાપ્તામાંથી આરોપીઓ નાશી ગયા : આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટ પરિસરમાં જ જીપમાંથી કૂદીને થયા ફરાર: ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા:ફરાર આરોપીઓને શોધવા જિલ્લાભરની પોલીસ દોડતી access_time 11:27 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • મોંઘવારીમાં રાહત? ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST