Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મોરબીની નીલકંઠ સ્કૂલ અને લાયોનેસ ક્લબ દ્વારા “ભારત જ્ઞાન પરીક્ષા” નું અનેરું આયોજન કરાયું.

મોરબીની નીલકંઠ સ્કૂલ અને ઇન્ડિયન લોયોનેશ ક્લબના સયુંકત ઉપક્રમે આઝાદીના 75 માં વર્ષ નિમિતે વિદ્યાર્થીઓમાં ભારતની અસ્મિતા અને દેશ પ્રત્યે ગર્વ થાય તેવા ઉમદા હેતુથી ભારત જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ સ્પર્ધામાં મોરબીની કોઈ પણ સ્કૂલમાં ધો. 5 થી 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં ભારત દેશ પર આધારિત 25 વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે જેના નિયત સમમર્યાદામાં જવાબ લખવાના રહેશે.
ધોરણ 5 થી 7, ધોરણ 8 અને 9, તેમજ ધોરણ 10, 11 અને 12 એમ ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે અને ત્રણેય ગૃપમાંથી 10-10 વિજેતા બાળકોને પુરસ્કાર સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરવામાં આવશે. ભારત જ્ઞાન પરીક્ષા તા ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯ થી ૧૦ કલાકે નીલકંઠ સ્કૂલ મોરબી ખાતે યોજાશે
નોંધ: સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ સમયસર નીલકંઠ સ્કૂલ પર હાજર થઈ જવા વિનંતી.

(12:05 am IST)