Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અમદાવાદ પછી હવે કેજરીવાલ કચ્છમાં: મંગળવારે ભુજમાં સભા અને પત્રકાર પરિષદ

'આપ'ની હવે કચ્છમાં રાજકીય પડકાર ઊભો કરવા નજર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :રાજ્યમાં વિધાનસભા આવનારી ચુંટણી પૂર્વે ' આપ' રાજકીય પડકાર ઊભો કરવા કમર કસે છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે કચ્છ આવી રહ્યા છે. 

   તેઓ સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ કચ્છમાં આવી થયા છે. અત્યારે મળતી પ્રાથમિક જાણકારી મુજબ અરવિંદ કેજરીવાલ ભુજમાં જાહેરસભા કરશે તેમ જ પત્રકાર પરિષદ યોજશે.

(7:46 pm IST)