Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ " નિમિતે રાષ્ટ્રીય ધ્વજ સાથે વંદે માતરમના નારા સાથે પેરેડ યોજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ " નિમિતે રાષ્ટ્રીય ધ્વજ સાથે વંદે માતરમ ના નારા સાથે પેરેડ યોજી હતી
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ના સુચના અનુસાર આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા ઉજવણી થાય તે હેતુથી ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ધોરાજી પોલીસ સ્ટેશન ખાતેથી  ત્રિરંગા યાત્રા નું આયોજન કરાયેલ હતું.. તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ફરીને ત્રણ દરવાજા ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા ખાતે ત્રિરંગા પેરેડ યોજી વંદે માતરમ ભારત માતાકી જય ના નારા સાથે સમગ્ર ધોરાજી દેશભક્તિના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યો હતું
બહોળા પ્રમાણમાં લોકો એ ત્રિરંગા યાત્રા નિહાળી હતી..હતી

(5:20 pm IST)