Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ધોરાજીમાં આઠ સહયોગી સંસ્થા દ્વારા પૂર્વ નગરપતિ રણછોડભાઈ કોયાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રણછોડભાઈ કોયાણી માર્ગ નામકરણ વિધિ સમારોહ યોજાયો

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણીના માનમાં સર્વે રોગ નિદાન કેમ્પમાં 400 થી વધુ દર્દીઓએ વિના મૂલ્ય સેવા લીધી: નામકરણ સમારોહમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા તેમજ ધોરાજી સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય મોહનપ્રસાદ સ્વામી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ ધોરાજી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી એવા સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે  ધોરાજીના જેતપુર રોડ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ થી શાકમાર્કેટ સુધીના રોડનું નામાંકન સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી માર્ગનું નામકરણ વિધિ સમારોહ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ની હાજરીમાં નામકરણ વિધિ સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
 આ સમયે સાંસદ રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને લલીતભાઈ વસોયાએ જણાવેલ કે આજથી આ માર્ગ નું નામ સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી માર્ગ તરીકે ઓળખાશે આ સમયે મોટી સંખ્યામાં લોકોએ તાળીઓ વગાડી અભિવાદન કર્યું હતું
ધોરાજીના વિવિધ સમારોહના આયોજક ભુપતભાઈ કોયાણી અરવિંદભાઈ વોરા વિમલભાઈ કોયાણી એ જણાવેલ કે ધોરાજી લેવા પટેલ સમાજના અગ્રણી  પૂર્વ નગરપતિ તેમજ પૂર્વ માર્કેટિંગ યાર્ડ ધોરાજીના ચેરમેન અને સહકારી ક્ષેત્રના ભીષ્મપિતા તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ધોરાજીના જેતપુર રોડ સરદાર પટેલ સ્ટેચ્યુથી શાકમાર્કેટ રોડ સુધીનું નામાંકન સ્વ. રણછોડભાઈ કોયાણી માર્ગ નામાંકન કરવાનું ધોરાજી નગરપાલિકાએ ઠરાવેલ હોય જેના અનુસંધાને ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ના સહયોગથી સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણીનામાનમાં સર્વે રોગ નિદાન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ નામાંકન સમારોહમાં  ધોરાજીની વિવિધ સહયોગી સંસ્થા ખોડલધામ સમિતિ .ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર. માધવ ગૌશાળા. કૃષ્ણ ગૌશાળા. ગોકુલધામ ગૌશાળા. તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ .ખોડલધામ યુવા સમિતિ. તેમજ ખોડલધામ મહિલા સમિતિના સહયોગથી તેમજ ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ના સહકારથી સર્વ રોગ નિદાન કેમ્પ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે બદલ તમામ સંસ્થા અને તમામ જ્ઞાતિના આગેવાનો નો આભાર માન્યો હતો

ધોરાજી લેવા પટેલ સમાજ ખાતે યોજાયેલ સર્વે નિદાન કેમ્પ અને સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષ સ્થાને પોરબંદરના સાંસદ રમેશભાઈ ઘડુંક ખાસ ઉપસ્થિત રહેલ હતા  તેમજ ધોરાજીના સરદાર ચોક થી શાકમાર્કેટ રોડને સ્વ રણછોડભાઈ કોયાણી માર્ગનું નામ કરણ માટે રાજ્યના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવલ તેમજ અતિથિ વિશેષ પદે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા તેમજ સરવરોગ નિદાન કેમ્પના ઉદઘાટક તરીકે ધોરાજી જૂના સ્વામિનારાયણ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી મોહનપ્રસાદ પુરાણી સ્વામી તેમજ પરમ પૂજ્ય ભક્તિ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના  હસ્તે સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવલ

આ સમયે પૂર્વ કે  મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી મારા પૂજ્ય પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ના પરમ મિત્ર હતા તેમ જ સહકારી ક્ષેત્ર અને નગરપાલિકાના પ્રમુખ તરીકે તેઓએ સેવા આપેલી હતી અને ધોરાજી માટે તેઓ ખૂબ જ સમાજના આગેવાન સાથે સાથે અનેક સેવાકીય સંસ્થામાં તેઓ જોડાયેલા હતા તેમની પ્રથમ વાર્ષિક પુણિતિ નિમિત્તે સરદાર ચોકથી શાકમાર્કેટ સુધીના રોડનું નામ સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી રાખવામાં આવ્યું છે અને આજે સર્વે રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે તે ખરા અર્થમાં તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક એ જણાવેલ કે આજે સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણીની સેવાના કાર્યોને બિરદાવતા જણાવેલ કે ખરાઅર્થમાં રણછોડભાઈ કોયાણીની સમાજ પ્રત્યેની અનેક સેવાઓ હતી જે  આજે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ યાદ આવે છે અને ખરા અર્થમાં આજે બબ્બે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે તેમાં મહત્વનું કામ તેમના નામનો રોડ તરીકે  આજથી જાહેર કરવામાં આવ્યો છે અને ગરીબો માટે સર્વે રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે તે બદલ આજની આ શ્રદ્ધાંજલિ સભામાં હું તેમના આત્માને ખરા અર્થમાં શાંતિ મળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ કે મારા વર્ષો જુના સાથી મિત્ર તરીકે ગણાતા સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણીની સેવા કેમ ભૂલી શકાય તેમના પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મને વિવિધ સંસ્થાઓમાંથી દરખાસ્ત આવી કે ધોરાજી નગરપાલિકા તેમના નામનો રોડ જાહેર કરે અને ધોરાજી નગરપાલિકાએ ઠરાવ કરીને સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી ના નામકરણ જાહેર કરેલ છે અને મારા ધારાસભ્યના ફંડ માંથી તેમની યાદમાં સર્વરોગ નિદાન કેમ નું આયોજન કરેલ છે અને આ સાથે આજના કાર્યક્રમમાં કોઈ જ્ઞાતિ જાતિ કે પાર્ટી ના ભેદભાવ વગર માત્રને માત્ર માનવ કલ્યાણના હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી કે કોઈ જ્ઞાતિના હેતુથી કાર્યક્રમ નથી કર્યો તમામ સમાજને જોડીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે

આ સમારોહમાં સમાજના આગેવાનો વિપુલભાઈ ઠેસીયા. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અંજનાબેન ભાસ્કર . જનકભાઈ હિરપરા.  રાજુભાઈ હિરપરા જેતપુર. ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન જગદીશભાઈ રાખોલીયા. ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડલના પ્રમુખ એલ.ડી વોરા  તેમજ  માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી ધોરાજી તાલુકા સંઘના પ્રમુખ ગોવિંદભાઈ દઢાણીયા  રણછોડભાઈ વૈષ્ણવ   તેમજ હાજી અનવર શાહ રફાઈ પૂર્વ નગરપતિ ડી.એલ ભાષા  ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા   ધોરાજી ખોડલધામ સમિતિના પ્રમુખ નટુભાઈ વૈષ્ણવ તેમજ અતિથિ વિશેષ પદે ધોરાજી ના વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ જેમાં કિશોરભાઈ બાલધા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજ ના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી પૂર્વ નગરપતિ કે.પી માવાણી ધોરાજી કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી હિતેશભાઈકોયાણી પ્રવીણભાઈ લાખાણી ધોબી સમાજના પ્રમુખ ધીરુભાઈ ગોહિલ હરેશભાઈ ગોંડલીયા બ્રહ્મ સમાજના પ્રમુખ જગદીશભાઈ ગામોટ નયનભાઈ કુહાડીયા જયંતીભાઈ રાખોલીયા યાસીનભાઈ ગરાણા રાણાભાઇ ઝાપડા ભરતભાઈ મેર  હરપાલસિંહ ચુડાસમા બકુલભાઈ કોટક મગનભાઈ વાઢેર  બટુકભાઈ કંડોલિયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ માં 400 થી વધારે દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો

 નિદાન કેમ્પમાં ધોરાજીના જાણીતા અને નામાંકિત ડોક્ટર ભાવિનભાઈ પટેલ. ડો.કૃણાલ નવલે ડો. વત્સલ ગોંડલીયા ડો. પ્રશાંત રામાણી ડો. ગૌરાંગ સોલંકી ડો. નિલેશ જોષી ડો. ભાવિક વડનાગરા વગેરે ડોક્ટરો વિનામૂલ્ય સેવા આપેલ તેમજ મેડિકલ કેમ્પમાં આવેલ દર્દીઓને નિશુલ્ક વિનામૂલ્ય દવાઓ પણ આપવામાં આવેલ તેમજ ડાયાબિટીસ બ્લડપ્રેશર વિગેરે પણ વિનામૂલ્ય ચેક કરી આપવામાંઆવેલ
તમારો ને અંતે આભાર વિધિ સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી ના પુત્ર અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ નિલેશભાઈ કોયાણી એ કરી હતી અને તેમના પૂજ્ય પિતાશ્રીના માં જાહેર રોડનું નામ સ્વર્ગસ્થ રણછોડભાઈ કોયાણી રાખેલ અને સર્વરોગ નિદાન કેમ કરેલ તે બદલ તમામ આગેવાનોનો તેમજ અધિકારીઓનો ભાવુક બનીને આભાર માન્યો હતો
જેતપુર રોડ સરદાર ચોક ખાતે યોજાયેલા નામ કરણ વિધિ સમારોહમાં ભાજપ ના વી ડી પટેલ હરસુખભાઈ ટોપીયા વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા વિજયભાઈ અંટાળા ચિરાગભાઈ વોરા ગોપાલભાઈ સલાટ ધીરુભાઈ કોયાણી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
સફળ બનાવવા માટે ચિન્ટુ ભાઈ કોયાણી તેમજ કોયાણી પરિવાર તેમ જ શહેરની તમામ સેવાકીય સંસ્થાઓ અને આગેવાનો યુવાન મિત્રો વિગેરે જહેમત ઉઠાવી હતી

(5:17 pm IST)