Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભોજરાજપરાનાં ગૌરવ સમા ગોલ્ડન ગૃપને ૨૫ વર્ષ થતા સિલ્વર જ્યુબિલી ઉજવણી

ગોંડલ:ગોંડલનાં ભોજરાજપરા વિસ્તાર માં સામાજિક અને ધાર્મિક કાર્યો દ્વારા ખાસ્સી નામના ધરાવતા ગોલ્ડન ગૃપે સેવાકાયઁનાં પચ્ચીસમા વર્ષ માં પ્રવેશ કરતા જન્માષ્ટમી નિમીતે વિવિધ આયોજનો કરાયા છે.

ગોલ્ડન ગૃપ ની સ્થાપના અશોકભાઈ પીપળીયાની આગેવાની મા ૧૯૯૭ માં ભોજરાજપરા ખાતે કરાઇ હતી. ગોંડલમા જન્માષ્ટમીની કૃષ્ણ જન્મ શોભાયાત્રાની શરૂઆત થઈ ત્યારે ભોજરાજપરામાં બે પાંચ મિત્રોને ભોજરાજપરા વિસ્તારમાં ધાર્મિક આયોજન કરવાનો વિચાર આવ્યો.ત્યાર થી ગોલ્ડન ગૃપની સ્થાપના સાથે પ્રથમ કૃષ્ણ હિંડોળા નુ આયોજન શરુ થયુ.આજે જન્માષ્ટમીના તહેવારોમા ભોજથાજપરુ જાણે દ્વારકા નગરી બની જાય છે.

ગોલ્ડન ગૃપના આયોજનમા સમગ્ર ભોજરાજપરા ઉત્સવના રંગે રંગાય જાય છે.અલગ અલગ થીમ પર ફ્લોટ બનાવાય છે.શણગાર શુશોભનથી ભોજરાજપરા કૃષ્ણ મય બની જાય છે.છેલ્લા ૨૫ વર્ષથી ગોલ્ડન ગૃપનુ નેતૃત્વ કરતા પુવઁ નગરપતિ અશોકભાઈ પીપળીયાની ટીમમા ૩૦૦ યુવાનો સામેલ છે.પ્રતી વર્ષ ગુજરાતના નામી અનામી કલાકારો કૃષ્ણ જન્મોત્સવના કલાના કામણો પાથરતા હોય છે.ગોલ્ડન ગૃપ દ્વારા વર્ષ ૨૦૦૪ થી આયુર્વેદી છાસ તથા આઇસક્રીમનુ પ્રસાદ તરીકે વિતરણ શરુ કર્યુ હતુ.જન્માષ્ટમી ઉત્સવ તથા શોભાયાત્રા પસાર થાય ત્યારે અંદાજે આઇસક્રીમ ના વીસ થી પચ્ચીસ હજાર કપ તથા એસી થી નેવુ હજાર છાસ ના ગ્લાસ નુ વિતરણ ગૃપ દ્વારા કરાય છે.જન્માષ્ટમી ઉત્સવ નિમીતે હજારો લોકો ની મેદની એકત્રીત થતી હોય ગોલ્ડન ગૃપ દ્વારા રુ.બે કરોડ ની વિમા પોલીસી લેવાઇ છે.હોલી ના તહેવાર મા હોલી કે રસીયા કાયઁક્રમ શહેર ભર મા આકષઁણ નુ કેન્દ્ર બને છે.

કોરોના સહીત કુદરતી આફત ના સમય મા ગોલ્ડન ગૃપ ના સભ્યો અનેરી સેવા બજાવે છે.કોરોના લોકડાઉન સમયે ગોલ્ડન ગૃપ દ્વારા ઘરે ઘરેથી ભોજન એકઠુ કરી ગરીબ પરીવારો ની ભોજન સેવા કરાઇ હતી.સમગ્ર શહેરમાં ગોલ્ડન ગૃપનો જન્માષ્ટમી ઉત્સવ અનેરુ મહત્વ ધરાવે છે

(10:59 pm IST)