Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

પોરબંદર કડીયા પ્લોટમાંથી ૨૫,૯૦૦ ના મુદામાલ સાથે પાંચ મહિલાઓને જુગાર રમતા ઝડપી લેતી એલ.સી.બી

રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી જુગાર રમાડાતો હતો

પોરબંદર :જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર,થા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓ દ્રારા હાલમા સાતમ આઠમનો પર્વ ચાલી રહેલ હોય જેથી જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે LCB PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એલ.સી.બી.ઓફીસ હાજર હતા

 દરમ્યાન હેડ,કોન્સ, રૂપલબેન લખધીર ને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે પોરબંદર કડીયા પ્લોટ મફતીયાપરા ગણેશ પાન પાસે આરોપીબેન દીવાળી  વા/ઓ વિરમ માલદે બાપોદરા રહે. કડીયા પ્લોટ પોરબંદર વાળીએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી બહેનોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપીબેન દીવાળીબેન વા/ઓ વિરામ માલદે બાપોદરા રહે. કડીયા પ્લોટ પોરબંદર  , વર્ષાબેન વા/ઑ ભૂપત રાણા કડેગીયા રહે. માણેકવાડા તા.કેસોદ જી.જુનાગઢ , સુમરીબેન વા/ઑ જગદીશ કારા પરમાર રહે કડીયાપ્લોટ પોરબંદર , મંજુબેન વા/ઑ બાબુ કાનજીભાઇ સરેયા રહે. આજીડેમ ચોકડી પાએ રાજકોટ , હરીસાબેન વા/ઑ સુખદેવ ભાણશંકર પંડીયા રહે. કડીયાપ્લોટ પોરબંદર વાળીઓના કબ્જામાથી ગંજીપતાના પાના તથા રોકડા રૂા. ૨૫,૯૦૦  ના મુદામાલ સાથે જુગાર રમતા મળી આવતા ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. અને કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 આ કામગીરીમાં પોરબંદર LCB PI એમ.એન.દવે,  PSI એન.એમ.ગઢવી, ASI બટુકભાઇ વિંઝુડા, તથા HC રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, મહેશભાઈ શિયાળ, સુરેશભાઇ નકુમ, WHC રૂપલબેન લખધીર વિગેરે રોકાયેલ હતા.

(11:53 pm IST)