Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

માલિયા હાટીના ના વડાળા ગામ નજીક ઘોઘમ ધોધ પાસે ડૂબી જતાં ચર ગામના યુવાન નું મોત.

માળીયા હાટીના: માળીયા હાટીના તાલુકા ના વડાળા ગામના ઘોઘમધોધમાં મિત્ર મંડળ સાથે નાવા જવા થી એક નવયુવાન દેવેન્દ્રન્દ્રભાઈ ભુપતભાઈ વાઢીયા સહિત ત્રણ લોકો આજે અત્રે આવી ધોધમાં નહતા હોય અને મોબાઈલ કેમેરા વડે ફોટા  પાડતા હતા ત્યારે કોઈ કારણ સર ડૂબવા લાગતા રામભાઈ દેવધરીયા દ્વારા તેમને બચાવવા પ્રયાસ કરેલ બાદ તેમને વડાળા માં સરપંચ રાવતભાઈ સહિત માળીયા હાટીના સામુહિક આરોગ્ય કેન્દ્ર માંલઇ આવતા ફરજ ના અધિકારી મૃતદેહ જાહેર કર્યો આગળ ની કાર્યવાહી માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે.

માળીયા હાટીના થી 4 કી. મી. દૂર વડાળા ગામે ધોઘમ નો ધોધ આવેલ છે. ત્યાં ગુજરાત ભરના સાહેલાણી મોટી સંખ્યા નાહવા આવે છે. ઘોઘમ ના ધોધ માં નાહવા જવાથી કેટલાક લોકો ડુબી જવાથી મોત થાય છે. ઘણી વખત વડાળા ના સરપંચ રાવતભાઈ સીસોદીયા તંત્ર ને રજઆત કરેલ છે. તંત્ર પાસે ઘટતી કાર્યવાહી ની વડાળા સરપંચ માંગ કરી છે. ચારેય યુવાનો કેશોદ તાલુકા ના ચર ગામના ગામ ના છેઃ અને નાહવા માટે આવ્યાં હતાં ધોધમ ના ધોધ માં દર વર્ષે 2 થઈ 3 લોકો ના મોત થાય છે

(10:57 pm IST)