Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રીબડામાં જુગાર ધામ ઝડપાયુ: ડઝનેક પત્તાપ્રેમીઓ પકડાયા: લાખોની રોકડ રકમ કબ્જે : એસપી બલરામ મીણાના આદેશ બાદ દરોડો

રાજકોટ : રાજકોટ નજીકના રીબડા ગામે જુગારધામ ઝડપાયું છે જેમાંડઝનેક જુગારીઓ ઝડપાયા  હોવાનું આવ્યું સામે છે  લાખો રૂપિયાની રોકડ કબજે કરાઈ હોવાનું જાણવા મળ્યું છે એસપી બલરામ મીણાઆ આદેશ બાદ  પાડ્યો હોવાનું જાણવા મળે છે.

ગોંડલ તાલુકા રીબડા ગામની સીમમાં એક ફાર્મા હાઉસમાં મોટા પાયે જુગારની કલબ ચાલતી હોવાની બાતમી મળતા રૂરલ એસપી. બલરામ મીણા ખુદ એલસીબી તથા એસઓજી ની ટીમ સાથે ત્રાટકયા હતા. આ જુગારની કલબમાંથી ૧૮ જુગારી અને રૂ. ૮.૧૩ લાખની રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ જુગારની કબલ નામચીન બુકી દિપકસિંહ જાડેજા (ખરેડી) ચલાવતા હોવાનું ખુલ્યું છે. આ ફાર્માહાઉસ કોનું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 આ લખાઈ છે ત્યારે ફરીયાદ નોંધવાની તેમજ પંચનામા ની કાર્યવાહી શરૂ, કરાઈ હોવાનું જાણવા મળે છે

 

(12:32 am IST)