Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગારીયાધારના વિરડી ગામના તળાવમાં કાર ખાબકી વાહન ચાલકે ચાલુ ગાડીએ કુદી પડયો

 ગારીયાધારના વિરડી ગામે આવેલા તળાવમાં વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં ફોર વ્હીલ કાર તળાવમાં ખાબકી હતી. જો કે કોઇ જાનહાનની થવા પામી ન હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર જેસર તાલુકાના રાણપરડા ગામના રહીશ પંકજભાઇ રામોલીયા પોતાની સ્કોડા મોટર જીજે-૦૩-જેસી-૮૭૩૭ લઇને જતા હોય અને ઓચિંતા મોટરને ટર્ન નહિ કરી શકાતા કાર વિરડીના તળાવમાં ડૂબી જવા પામી હતી. જયારે વાહન ચાલક પંકજભાઇ ચાલુ ગાડીએ ફોર વ્હીલમાંથી કુદકો મારી નિકળી જતા તેમનો જીવ બચી જવા પામ્યો હતો.

વિરડી ગામના સરપંચ ઘનશ્યામભાઇ ઢાંકેચા અને ગામના તરવૈયાની જહેમતથી ગાડી બહાર કાઢવામાં આવી હતી. ગારીયાધાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

(8:29 pm IST)