Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોડીનારમાં ૩|| ઇંચ વરસાદ શિંગોડા ડેમ ઓવરફ્લો

કોડીનાર તા.14 : કોડીનારમાં આજે છેલ્લા 24 કલાકમાં ૩|| ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.કોડીનારમાં ગઈકાલે મોડીરાત્રીના શરૂ થયેલો વરસાદ આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩|| ઇંચ ખાબકયો હતો.આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે. કોડીનારમાં આજના 3|| ઇંચ વરસાદની સાથે મૌસમ નો કુલ વરસાદ ૯૭૬ મીમી ( ૩૯ ઇંચ ) નોંધાયો છે.જ્યારે કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમ સાઈડમાં આજે દિવસ દરમિયાન એક ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૫૦ મીમી ( ૪૨ ઇંચ ) નોંધાયો છે,તેમજ ડેમ સાઈડમાં સતત વરસાદ થી ડેમમાં નવા નીર ની આવક થતા શિંગોડા ડેમ ઓવરફ્લો થતા આજે ડેમના ૨ દરવાજા ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યા હતા.ડેમમાં થી પાણી છોડવામાં આવતા નદી કાંઠા ના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

(6:54 pm IST)