Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ખંભાળિયાના લાલપરડા ગામે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જતા યુવાનનું મોત

લલિયા ગામ પાસે ના કોઝવે પર કાર તણાઈ..

ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામ ની નદીમાં ધસમસતા પાણીનાં પ્રવાહમાં યુવાન તણાયો હતો,સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ કરતા યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર માં ગમગીની છવાઇ  છે
  બીજીતરફ ખંભાળીયા નજીક આવેલ લલિયા ગામ પાસે ના કોઝવે પર કાર તણાઈ હતી કોઝવે પર વરસાદી પાણી ભરાયા જેમાં કાર ચાલક રસ્તો પસાર કરતી વેળાએ ગાડી નું એન્જીન બંધ થતાં કાર તણાઈ હતી,
કાર તણાયા ની ઘટના બનતા સ્થાનિકો એ કાર ચાલક ને બચાવી લેવાયો. છે જયારે ગાડી પાણી ના ધસમસતા પ્રવાહ માં તણાઈ હતી જેને ટ્રેકટર થી ટોઇંગ કરી બહાર કઢાઈ હતી .

(6:38 pm IST)