Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ધોરાજીમાં બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો :નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદથી આજુ બાજુના ચેકડેમ ગામોમાં તળાવો ચેકડેમ અને નદીઓમાં પૂર

 ધોરાજી: ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘ સવારી ચાલુ બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે
ધોરાજીમાં જન્માષ્ટમી તહેવાર સાતમ આઠમ નામ અને દસમ ચાર ચાર દિવસ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકો જન્માષ્ટમી ઉત્સવ મનાવવાની બદલે પોતાના જ ઘરમાં રહ્યા અને ઘરમાં જ જન્માષ્ટમી ઉત્સવ ઉજવ્યો આજે સતત ચાર દિવસથી ધીમીધારે અને ભારે વરસાદ ચાલુ રહેતા આજુબાજુ વિસ્તારના ગામો માં તળાવો ચેકડેમો નદીઓ ભાદર નદી ભરપૂર ઘોડાપુર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પણ તંત્રએ સાવચેત કર્યા હતા
અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ ૬૫૬ mi mi એટલે કે ૨૬ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ વરસાદ ચાલુ છે

(6:30 pm IST)