Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જામકંડોરણા પંથકમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી જામકંડોરણા પંથકની નદીઓ બની ગાડીતુર

ધોરાજી : ધોરાજી જામકંડોરણા વચ્ચે આવેલ મોટા દુધીવદર ગામ ખાતે આવેલ ફોફળ ડેમ ની સપાટી 29 ફુટે પહોંચી અને ઓવરફ્લોની સપાટી 3 ફુટ પહોંચી છે

  હાલ ધોરાજી જામકંડોરણા પંથકમાં બે દિવસથી વરસી રહેલા વરસાદથી ધોરજી જામકંડોણા તેમજ ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે જામકંડોરણા  રીવરફ્રન્ટમાં નવા નીર આવતા ઘોડાપૂર નિહાળવા લોકો  ઉમટી પડ્યા હતા તેમજ જામકંડોળા નો જીવાદોરી સમાન ફોફળ ડેમ  સમગ્ર જામકંડોરણા તાલુકાને તેમજ ધોરાજી શહેરની પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ત્રણ ફુટથી વધુ ભયજનક સપાટી ઉપર ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણ વાળા ગામોને કરાયા એલર્ટ દુધીવદર તેમજ ઈશ્વરીયા તેમજ અન્ય ગામોને સાવચેત રહેવા  કરાઇ અપીલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે

  હાલ દુધીવદર ગામ થી નાના ભાદરા જવા માટેનો  રસ્તો  કાઢ્યા માંથી પસાર થઇ રહેલ છે તે રસ્તા ઉપરથી કોઈ પણ વાહન ચાલકોએ કે અન્ય કોઈ પણ લોકોએ પસાર ના થવું તેવું તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

(6:23 pm IST)