Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ધોરાજીના પોરબંદર નેશનલ હાઈવે પર જામકંડોરણા ચોકડી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર કમ્મરતોડ ખાડા

ગંભીર અકસ્માત થાય તે પહેલાં નેશનલ હાઈવે ઓથોરીટી દાવરા બિસ્માર રસ્તાને રીપેરીંગ કરે તેવી લોક માંગ

 ધોરાજી:ધોરાજી ના પોરબંદર નેશનલ હાઈવે પર જામકંડોરણા ચોકડી  ઓવરબ્રિજ ના સર્વિસ રોડ ના નબળા કામ ના કારણે મોટા મોટા ખાડા ઓ ગાબડાં પડયા છે ચોમાસૂ સિઝન મા આ સર્વિસ રોડ ના ખાડા ઓ મા પાણી ભરાઇ જાય છે ધણા રાહદારી ઓ વાહનચાલકો ને આ બિસ્માર રસ્તા ઓ ના કારણે અકસ્માત નો ભોગ બનવૂ પડેલ છે ત્યારે ધોરાજી ના નગરજનો દ્વારા આ સવિસ રોડ ને રીપેરીંગ કરવા માંગણી કરાઈ છે
   આ અંગે રાજકોટ જીલ્લા પંચાયત ના ચેરમેન ભાજપ ના  અગણી  બાલૂભાઈ વિઝૂડા એ જણાવ્યું હતું કે ધોરાજી ના પોરબંદર નેશનલ હાઈવે પર જામકંડોરણા ચોકડી  ઓવરબ્રિજ ના બિસ્માર બનેલાં સવિસ રોડ ને તાકીદે રીપેરીંગ કરવા ની જરૂરત છે સવિસ રોડ પર નબળાં કામ ના કારણે મોટા મોટા ખાડા ઓ પડેલ છે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વાહનચાલકો તથા રાહદારી ઓ ને આ બિસ્માર રસ્તા ના કારણે ભારે હેરાનપરેશાન થવૂ પડે છે

 આ બિસ્માર સવિસ રોડ ના કારણે કોઈ વાહન ચાલકો ને અકસ્માત નૂ ભોગ બનવૂ પડે તે પહેલાં નેશનલ હાઈવે ઓથોરીટી ના તંત્ર વાહકો દ્વારા નક્કર કાયવાહી કરાઈ તેવી માગણી કરાઈ છે આ બિસ્માર રસ્તા ની સમસ્યા અંગે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડૂક દ્વારા આ પોરબંદર નેશનલ હાઈવે જામકંડોરણા ચોકડી ઓવરબ્રીજ ના બિસ્માર બનેલ સવિસ રોડ ને રીપેરીંગ કરવા ની કામગીરી શરૂ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

(6:17 pm IST)