Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ધોરાજી પાસે આવેલ ભાદર 2 ડેમના 6 પાટીયા ત્રણ ફૂટ ખોલાયા

નીચાણવાળા વિસ્તારો ભુખી સુપેડી વિગેરે દસ જેટલાં ગામોને તાત્કાલિક અસરથી સાવચેત કરાયા

ધોરાજી: ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ ભારે વરસાદને કારણે ઓવર ફ્લો થયો છું તાત્કાલિક અસરથી છ પાટીયા ત્રણ ફૂટ ખોલવામાં આવતા નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે

ધોરાજી પંથકમાં ભારે વરસાદને કારણે ભાદર-૨ નદી ઓવરફ્લો થયો છે તાત્કાલિક ભાદર 2 ડેમ ના તંત્ર વાહકોએ છ પાટીયા ખોલવામાં આવ્યા છેજેના કારણે નીચાણવાળા વિસ્તારો ભુખી સુપેડી વિગેરે દસ જેટલાં ગામોને તાત્કાલિક અસરથી સાવચેત કરવામાં આવ્યા છે

હાલમાં ભાદર 2 ડેમ છ પાટીયા ત્રણ ફૂટ ઓવર ફ્લો થઈ રહ્યા છે જેના કારણે ભાદર-૨ નદી ઘોડાપૂર આવ્યું છે

ભાદર 2 ડેમ નો ઓવરફ્લો ધોરાજી થી માંડી રાણાવાવ કુતિયાણા થઈ અને પોરબંદર સુધી પાણીનો ફ્લો જોવા મળી રહ્યો છે અને પોરબંદર સમુદ્રમાં ભાદર 2 ડેમ નું પાણી જઈ રહ્યું છે

(6:15 pm IST)