Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

આઠ કરૂણા એમ્બ્યુલન્સ અર્પણ કરતા કુંવરજીભાઇ

બાબરા :.. જસદણ મુકામે પશુપાલન કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા રાજકોટ, અમરેલી સહિત જીલ્લાઓમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ફાળવાઇ હતી આ તકે અમરેલી જીલ્લામાં આઠ એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. જેમાં બાબરાના ખંભાળા સહિત જીલ્લા આઠ તાલુકામાં એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. બાબરાના કરીયાણ ચોકડી ખાતે બાબરા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઇ રાઠોડ, બાબરા તાલુકા ભાજપના વરિષ્ઠ આગેવાન બિપીનભાઇ રાદડીયા, જીલ્લા ભાજપ અગ્રણી ભુપેન્દ્રભાઇ બસીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા, બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનભાઇ મલકાણ, વાલજીભાઇ ખોખરીયા, લલીતભાઇ આંબલીયા, ભુપતભાઇ બસીયા, દેવશીભાઇ મારૂ, વિપુલભાઇ કાચેલા, કીરીટભાઇ બગડા, અશોકભાઇ માંજરીયા, સંદીપભાઇ રાદડીયા સહિત આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની આ કામગીરીને આવકારી હતી. (દિપક કનૈયા)

(4:05 pm IST)
  • અમેરિકી સેનેટમાં ભારત સામે ચીની આક્રમકતાની નિંદા કરતો ઠરાવ રજૂ કરાયો અમેરિકાના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે યુ.એસ.ના વ્યવસાયો દ્વારા 67000 હ્યુઆવેઇ સાધનો, 64,000 હિકવિઝન સર્વેલન્સ કેમેરા અને 7,000 દાહુઆ અને ઝેડટીઇ ઉપકરણો ઉપયોગમાં લેવાય છે : આ તમામ કંપનીઓને હવે USA સરકાર સાથેના સોદા પર પ્રતિબંધ મૂકવામાં આવશે જો તેઓ આ ઉપકરણોને દૂર નહીં કરે તો તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે access_time 1:57 pm IST

  • ર૪ કલાકમાં ૬૪૫૫૩ નવા કોરોના કેસો સાથે દેશમાં ૧૦૦૭ નવા મૃત્યુ નોંધાયા છે. access_time 11:51 am IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં નવા 64,142 કેસ નોંધાયા: વધુ 1004 લોકોના મોત : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 24, 59, 613 થઇ : 6,60,348 એક્ટીવ કેસ : વધુ 54,776 દર્દીઓ સાજા થતા કુલ 17,50,636 દર્દીઓ રિકવર થયા: દેશમાં રિકવરી રેઈટ 71 ટકાએ પહોંચ્યો : કુલ મૃત્યુઆંક 48,144 થયો: access_time 12:55 am IST