Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ડ્રગ્સના સ્વર્ગ પાકિસ્તાનથી ચારેકોર ડ્રગ્સ મોકલાય છેઃ દરોડાથી બચવા પાક દાણચોરો ચરસના પેકેટ દરિયામાં ફેકેં છેઃ ભુજ પાસેથી વધુ ૩ પેકેટ મળ્યા

ભુજના સેખરનપીર બેટમાંથી વધુ ૩ ચરસના પેકેટ જપ્ત કરાયા  છે.  ૧-૧ કિલોના ચરસના ૧૩૦૯ પેકેટ ૪ મહિનામાં બીએસએફ, પોલીસ ભારતીય નૌસેના અને કોસ્ટગાર્ડે કબ્જે લીધા છે. સુરક્ષા એજન્સીઓ માટે આ નવો ટ્રેન્ડ ચિંતા સર્જી રહયો છે.

આ માદક પદાર્થોની દાણચોરી અફઘાનીસ્તાન અને ઇરાનની બલુચિસ્તાન અને સિંઘ-કરાચી સુધી થઇ રહી છેે.

કરાચી તટ પરના નાનાકડા ગામડા 'રેહરી'થી ફૌજી ફર્ટીલાઇઝર કોર્પોરેશન પાકિસ્તાન (એફએફસી)ની સોના બ્રાન્ડ યુરિયાની પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી આ ચરસ દરિયાઇ માર્ગે યુએઇ (દુબઇ), સાઉદી અરેબીયા, આફ્રીકા અને દક્ષિણ એશિયાના બાકીના દેશોમાં દાણચોરીથી મોકલવામાં આવે છે.

પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓએ છેલ્લા ૧ વર્ષમાં ૨૨૦૦૦ મિલીયન પાકિસ્તાની રૂપિયાની કિંમતના ૧૧ હજાર કિલો હેરોઇન, હશીશ, બ્રાઉટ, સુગર, સિથેટીક હેરોઇન, અફીણ કબ્જે લીધુ હતુ. પાકિસ્તાની એજન્સીઓ એ ડ્રગ્સ લઇ જતી નૌકાઓ ઉપર દરોડો પાડયા ત્યારે કેટલાક ડ્રગ્સ દાણચોરોએ ધરપકડથી બચવા માટે પોતાની બોટોમાંથી આ ચરસના પેકેટ સમુદ્રમાં ફેંકયા હશે તેમ મનાય છે.

(3:54 pm IST)