Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જુનાગઢ લીરબાઇપરા, ગાંધીગ્રામમાં

અંડરગ્રાઉન્ડ ભોંયતળીયામાંથી દારૂનો ઢગલો નિકળી પડયો !!

જુનાગઢ : લીરબાઇપરા, ગાંધીગ્રામમાંથી હિતેષ મેરવડા (ખાંટ દરબાર) ના મકાનના અંડર ગ્રાઉન્ડ ભોંયતળીયામાંથી રૂ.પ૪ હજારની કિંમતની ૧ર૧ બોટલ દારૂ સાથે દિનેશને ઝડપી લીધેલ હોવાનું ક્રાઇમ બ્રાંચ જુનાગઢની યાદીમાં જણાવ્યું છે. ઇન્સ. આર.કે.ગોહિલ, સ.ઇ. ડી.જી.બડવા, હેડ કો. બડવા, બેલીમ, મારૂ, ઓડેદરા ત્થા કોન્સ્ટે. કરમટા, સમા, કરમટા અને ડ્રા.કો.કોડીયાતર જોડાયેલ.

(3:41 pm IST)
  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં નવા 64,142 કેસ નોંધાયા: વધુ 1004 લોકોના મોત : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 24, 59, 613 થઇ : 6,60,348 એક્ટીવ કેસ : વધુ 54,776 દર્દીઓ સાજા થતા કુલ 17,50,636 દર્દીઓ રિકવર થયા: દેશમાં રિકવરી રેઈટ 71 ટકાએ પહોંચ્યો : કુલ મૃત્યુઆંક 48,144 થયો: access_time 12:55 am IST

  • અમેરિકી સેનેટમાં ભારત સામે ચીની આક્રમકતાની નિંદા કરતો ઠરાવ રજૂ કરાયો અમેરિકાના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે યુ.એસ.ના વ્યવસાયો દ્વારા 67000 હ્યુઆવેઇ સાધનો, 64,000 હિકવિઝન સર્વેલન્સ કેમેરા અને 7,000 દાહુઆ અને ઝેડટીઇ ઉપકરણો ઉપયોગમાં લેવાય છે : આ તમામ કંપનીઓને હવે USA સરકાર સાથેના સોદા પર પ્રતિબંધ મૂકવામાં આવશે જો તેઓ આ ઉપકરણોને દૂર નહીં કરે તો તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે access_time 1:57 pm IST

  • નરેન્દ્રભાઈએ કહ્યું કે દેશમાં માત્ર ૧.૫૦ કરોડ લોકો જ ઇન્કમ ટેકસ ભરે છે. access_time 11:52 am IST