Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી બાંટવા, ઓજત-2 અને અંબાજણ ડેમ ઓવરફ્લો, મધુવંતી, આણંદપુર, હસનાપુર અને વિલિગડન ડેમ પણ છલકાયો

જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે બાટવા, ઓજત-2, અંબાજણ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 20થી વધુ ગામને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત મધુવંતી, આણંદપુર, હસનાપુર અને વિલિગડન ડેમ પણ છલકાયો છે. ગઈકાલથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે, જૂનાગઢ જિલ્લાના નદી અને નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. વિલિગડન ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની પિવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. તે જોતા જિલ્લાની નાની મોટી નદીઓના કાંઠે રહેનારાઓને સાવચેત કરી દેવાયા છે

(3:10 pm IST)