Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસમાં કોરોના પોઝીટીવ કેસ નવા ૧૬ થતા કુલ આંક ૧૩ર થયો

ખંભાળીયા તા. ૧૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લા કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્રણ દિવસમાં વધુ ૧૬ કેસ નોંધાતા આંક ૧૩ર નો થયો છે.

કલ્યાણપુર તાલુકાના રાજપરાના ખીમાભાઇ હિરાભાઇ વાઢેર (ઉ.૮૦) વાળાને તાવ આવતા ખાનગી હોસ્પીટલ પછી ખંભાળિયામાં ટેસ્ટીંગ કરાતા તેમને પોઝીટીવ આવતા દાખલ કરાયા છે દ્વારકા હોમગાર્ડઝ કચેરી પાસે રહેતા મુકેશભાઇ વલભદાસ દતાણી (ઉ.૬પ) વાળાને તાવ, ઉધરસ, માથુ દુઃખતું હોય સ્થાનિક હોસ્પીટલમાં દવા લઇ ખંભાળિયા જતા તેને પોઝીટીવ નીકળતા દાખલ કરાયા છે. ભાણવડના જયરાજ ગિરધર વાઘેલા (ઉ.૧૯) શારદાબેન ગિરધર વાઘેલા (ઉ.૬૦) મીત ભરતભાઇ શીંગરખીયા ઉપલેટા તથા પોરબંદર મુકામે કરી હોય તાવ આવતા ટેસ્ટીંગ કરતા પોઝીટીવ નીકળતા તેમને ખંભાળિયા હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

ખંભાળિયામાં ગોવિદ તળાવ પાસે રહેતા માલુબેન પાલાભાઇ વાગડીયા (ઉ.૪પ) વાળાને પણ એપેડીંસના રોગ માટે દાખલ કરાતા પોઝીટીવ નીકળેલ છે. તો ખંભાળિયાના ગોપાલભાઇ માધવજી બદીયાણી (ઉ.પર) વાળા તા.પં. પાછળ તેની પુત્રી અમદાવાદથી આવેલ તેના સંપર્કમાં આવતા કોરોના પોઝીટીવ થયેલ છે.

દ્વારકાના આશ્રમશાળા વટવાળા પાસે રેહેતા સિદ્ધાંત યાદવ (ઉ.૯ર) વાળાને પણ  તાવ ઉધરસમાં ટેસ્ટીંગ કરતા કોરોના પોઝીટીવ નીકળેલ છે ખંભાળિયાના ધોબીપાડામાં રહેતા કિશોર શશીકાંત (ઉ.૪પ) વાળાને તાવ ઉધરસ ચકકર આવતા તેનો પોઝીટીવ રીપોર્ટ  આવેલ છે. શિવરાજપુર જીલ્લાની આઇસ ફેકટરીમાં રહેતા રીતેનાકુખા પ્રયવાન (ઉ.૧૯) બિહારથી આવેલાને પોઝીટીવ આવેલા છે તો કલ્યાપુર જુના પોલીસ સ્ટેશન પાસે રહેતા હિનાબા સંજયસિંહ જાડેજા (ઉ.૩ર) જામનગરથી આવેલ તેમને પોઝીટીવ નીકળયો છે દ્વારકા મુરલીધર ટાઉનશીપમાં રહેતા જીતેનભાઇ ખાંભાળિયા (ઉ.૩૬) તાવ ઉધરસ આવતા પોઝીટીવ કેસ થયો છે.શીતળા શેરી દ્વારકામાં રહેતા જયાતીબેન નટવરભાઇ મોદી (ઉ.પ૦) ને તાવ પેટમાં દુઃખાવા સાથે પોઝીટીવ આવેલ છે તો મુરલીધર  ટાઉનશીપ દ્વારકાના મનહર બાંદીલિયા (ઉ.૩૮) ને તાવ આવતા પોઝીટીવ થયેલ છે. તો દ્વારકા માર્કેટ ચોકમાં રહેતા સુતમલી મહારાજ (ઉ.૬પ)ને પણ પોઝીટીવ નીકળેલ ખંભાળિયા એસ.ટી.ડેપો પાછળ રહેતા કાંતીભાઇ મનસુખભાઇ (ઉ.૩૩)ને પણ તાવ શરદી સાથે પોઝીટીવ કેસ થયેલ છે. તો મીઠાપુર શિક્ષક વસાહતમાં રહેતા જયશ્રીબેન ભુપતભાઇ જેઠવા (ઉ.૪પ)ને તાવ શરદી તથા સ્વાસ ગુમાવવા જેવા તકલીફો સાથે પોઝીટીવ થયેલ છે.

પ૦ કન્ટેન્ટમેન્ટ ઝોન થયા

દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૩ર ની થતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થતા હવે સંખ્યા પ૦ની થઇ છે.

(2:52 pm IST)