Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

તમામ તાલુકામાં ર૦૦% ઉપરાંત વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ મહેર સર્જાઇ

ખંભાળીયા તા. ૧૭ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ૬/૮ થી વરસાદ ચાલુ રહ્યો છે. જે આજે પણ સમગ્ર જિલ્લામાં સવારથી ચાલુ રહ્યો છે. તથા એકથી દોઢ બે ઇંચ સુધી વ્યાપક વરસાદ પડયો છે.

ત્રણ દિવસમાં ભારે વરસાદ

છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ જોઇએ તો કલ્યાણપુર તાલુકામાં ૧ર ઇંચ વરસાદ પડયો છે. ભાણવડ તાલુકામાં ૮ાા ઇંચ, ખંભાળિયા તાલુકામાં પાા ઇંચ તથા દ્વારકા તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડયો છે. સતત ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં તમામ ડેમો ઓવરફુલો થઇ ગયા હતા તો સિંહણ ડેમમાં તથા વર્તુ-ડેમમાં ભારે વરસાદ ઉપરવાસ પડતા ડેમમાંથી બે-બે ફુટ ઓવરફલો સિંહણમાં થયો હતો તો વર્તુના પાટીયા ખોલતા હેઠવાસનો વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો.

તમામ ગામોના ડેમો તળાવો છલકાયા

ખંભાળિયા તાલુકા તથા દ્વારકા જિલ્લાના ૧૪ ડેમો પંદરમાથી સાત ઓવરફલો થયા હતા તો અનેક સ્થળે ચેકડેમો છલકાઇ જતા રહ્યારહેશે નદી જેવુ વાતાવરણ સર્જાયું હતુંખંભાળિયા, ભાણવડ રોડ પર બે દિવસ પહેલા ભાણવડમાં પાંચ ઇંચ વરસાદ પડતા ગુંદાથી જતો ડ્રાયવર્ઝન પર બે ફુટ પાણી ભરાતા અનેક વાહનો ફસાઇ ગયા હતા તો બારડા ડુંગરમાં ભારે વરસાદ પડતા ભાણવડની ધુમલી જમતા રસ્તા પર પણ બે-બે- ફુટ પાણી ભરાયા હતા તો રસ્તામાં કોઝવે પર પણ ફુટ ફુટ પાણી ભરાઇ ગયા હતા.

ખંભાળીયા પોરબંદર રોડ બંધ રાવળ બંધ

મોળયિા પોરબંદર રોડ પર વર્તુ-રના પાટીયા ખોલતા મજીવાણા પાસે ડેમના પાણી રોડ પર ફરી વળતા કલાકો સુધી રોડ બંધ થઇ ગયો હતો. જોકે ખંભાળિયા પોરબંદર રોડ પર અડવાણાની આગળ વર્તુ-નદી પર જોખમી પુલ હોય આ રસ્તો માત્ર ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટેજ પોરબંદર જવા ચાલુ છે.

જિલ્લો-૧૦૦% ર૦૦ % વરસાદ!!

દ્વારકા જિલ્લામાં સતત વરસાદ પડતા જિલ્લો ૧૦૦% તમામ તાલુકામાં  ર૦૦ %  વરસાદ પાર કરી ચુકયો છે કલ્યાણપુર ર૦પ ટકા વરસાદ મોસમનો કુલ વરસાદ ૬૩ ઇંચ ભાણવડ ર૪ર ટકા વરસાદ મોસમનો કુલ ૬ર ઇંચ દ્વારકા ર૦૬ ટકા વરસાદ મોસમનો કુલ ૪૦ ઇંચ અને ખંભાળિયા ર૪૭ ટકા વરસાદ મોસમનો કુલ વરસાદ ૯૧ ઇંચ થયો છે.

તો વરસાદથી પાકને નુકશાન

ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર, દ્વારકા તાલુકાને બાદ કરતા બધે વ્યાપક અને  સતત વરસાદ પડતા અનેક ખેડુતોના ખેતરોમાં સતત પાણી ભરાઇ જતા મગફળી પીળી પડી જવી અને પાણી લાગી જવાની સ્થિતિમાં ખેડુતોને નુકશાન થયું છે તો પવન સાથેના વરસાદથી બાજરાના છોડ પડી જતા નુકશાન થયું છે.

હજુ ૧૯/ર૦ ભારે વરસાદ ર૧ પછી બંધ થશે.

ખંભાળિયા હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ જણાવ્યું હતું કે ૬/૮ થી ર૧/૮ સુધી સતત વરસાદ ચાલુ રહેતો ૧૦/૮ સીવાય તે સાચુ પડયું છે. ૧૦/૮ ને બાદ કરતા સતત વરસાદ ચાલુ રહ્યો છે. તેમણે જણાવેલ કે હવે૧૯/ર૦ ઓગષ્ટના ભારે વરસાદ ૬/૭ ઇંચ કે તેથી વધુ આવશે તથા ર૧/૮ પછી વરસાદ વિરામ લેશે.

અનેક રસ્તાબંધ થયા

ખંભાળિયાના મળાયાની ગોઇજ અને બારા જતો રસ્તો વરસાદથી ચાર ગામને જોડતો બંધ થઇ ગયો હતો તે ભાણવડ, કલ્યાણપુર તથા ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ પણ પાણી ભરાતા બંધની સ્થિતિમાં થઇ  ગયા છે. ચેકડેમો ઓવરફલો થાય છે.

(2:51 pm IST)