Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

છાપરવાડી-૨ ડેમ ઓવરફ્લો થતા નવા નિરના વધામણા કરતા જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ સોલંકી

જેતપુર તાલુકાના વીરપુર પંથકના વાળાડુંગરા અને જેતપૂર પાસે આવેલ છાપરવાળી-૨ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફલો થયો હતો, છાપરવાડી -૨ ડેમ સિંચાઈ માટે બનેલ આ ડેમના પાણીથી લુણાગરા, મેવાસા, પ્રેમગઢ, કેરાળી વગેરે ગામોના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટે ખોલવામાં આવ્યા હતા,જેમના નવા નિરના વધામણા કરવા જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ સોલંકી, જેતપુર તાલુકા વિકાસ અધિકારી  નિશાંત કુગસિયા, વાળાડુંગરાના સરપંચ  રોહિતભાઈ સોલંકી, છાપરવાળી-૨ ડેમના સેકશન ઓફિસર જાદવ સાહેબ, જેતપુર તાલુકા પંચાયત કચેરી બાંધકામ શાખા કલાર્ક ઝાલાબાપુ તેમજ આજુબાજુ ગામના ગ્રામજનોએ તેમજ ખેડૂતોએ છાપરવાળી-૨ ડેમ ઓવરફ્લો થતા નવા નિરના વધામણાં કર્યા હતા.

(1:43 pm IST)
  • અમેરિકી સેનેટમાં ભારત સામે ચીની આક્રમકતાની નિંદા કરતો ઠરાવ રજૂ કરાયો અમેરિકાના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે યુ.એસ.ના વ્યવસાયો દ્વારા 67000 હ્યુઆવેઇ સાધનો, 64,000 હિકવિઝન સર્વેલન્સ કેમેરા અને 7,000 દાહુઆ અને ઝેડટીઇ ઉપકરણો ઉપયોગમાં લેવાય છે : આ તમામ કંપનીઓને હવે USA સરકાર સાથેના સોદા પર પ્રતિબંધ મૂકવામાં આવશે જો તેઓ આ ઉપકરણોને દૂર નહીં કરે તો તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે access_time 1:57 pm IST

  • ગેહલોત સરકારની આજે કસોટી ભાજપ આજે શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં ગેહલોતની કોંગી સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરશે તેમ વિપક્ષી ભાજપ નેતા ગુલાબચંદ કટારીયાએ જણાવ્યું છે. તો એક અહેવાલ મુજબ ગેહલોત સરકાર વિશ્વાસનો મત માગશે તેમ કોંગી નેતાએ કહ્યું છે. access_time 11:53 am IST

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જૂનો અને ગાઢ નાતો : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસને શુભેચ્છા પાઠવી access_time 12:53 pm IST