Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

પોરબંદર આર્યસમાજ દ્વારા પંચકુંડી યજ્ઞ સાથે આયુર્વેદિક ઉકાળા રથને લીલીઝંડી

યજ્ઞની ઉર્જાથી કોરોનાની મહામારી સામે સુરક્ષા કવચ : પોરબંદરના અલગ- અલગ વિસ્તારોમાં કોરાના સંક્રમણ સામે પંચકુંડી યજ્ઞ અને ઉકાળા વિતરણ

પોરબંદર : વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃતિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્ય સમાજ દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારીના સંક્રમણ સામે પ્રદૂષિત થયેલ હવાના શુદ્ધિકરણ માટે અને આયુર્વેદિક ઉકાળા વિતરણ માટે યજ્ઞકુંડી સાથે આયુર્વેદિક ઉકાળા રથને આજે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ હતું.

આર્યસમાજના શ્રેષ્ઠીઓ શ્રી કાન્તિભાઇ જુગી, દિલીપભાઇ જુગી, સુરેશભાઇ જુગી, શ્રી નાથાભાઇ લોઢારી, વિજયભાઇ કોટીયા, જયંતીલાલ ગોહિલ, ધર્મેશભાઇ મઢવીની હાજરીમાં શાસ્ત્રી બ્રહ્માનંદ આઝાદ, નીતિનકુમાર, કમલેશકુમારએ પંચકુંડી યજ્ઞ સાથેના ઉકાળા વિતરણ રથના યજ્ઞમાં મંત્રોચ્ચાર કરી આહુતિ આપી હતી. બાદ આર્યસમાજના પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણ સામે પંચકુંડી યજ્ઞની ધ્રુમ્રશેર દ્વારા પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને પ્રદૂષણનું શુદ્ધિકરણ અને લોકોને રર જેટલી ઔષધિઓનો ઉકાળાનું વિતરણ કરાશે.

રથમાં પંચયજ્ઞ કુંડીમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ સાથે જન્માષ્ટમીના તહેવારોને લઇને લોકોને પોતાના ઘર બેઠા કોરાનાથી રક્ષણ મેળવી શકાય તે માટે આયુર્વેદિક પધ્ધતિના ઉકાળાનું વિતરણ કરાશે. પોરબંદરના દરેક વિસ્તારોમાં આ રથ ફરીને યજ્ઞની ધ્રુમ્રશેર અને ઉકાળાનો લાભ આપશે.

આ યજ્ઞકુંડી સાથે આર્યુેવેદિક ઉકાળા રથ સલાટવાડા, ભોંયવાડા, ખારવાવાડ, શીતલાચોક, શહીદ ચોક, વાણીયાવાડ, સોની બજાર પેરેડાઇઝ, ઝુરીબાગ વિસ્તારમાં થઇને લક્ષ્મીનગર હાઉસીંગ બોર્ડ લોકોનીમાં આવી પહોંચતા કાઉન્સીલર શ્રી કાન્તિભાઇ કાણકીયા, સમાજ શ્રેષ્ઠી શ્રી નાગાભાઇ ચૌહાણ, સેવાકર્મીઓ શ્રી જયંતીભાઇ રાઠોડ, દીપકભાઇ રૂઘાણી, ડો. ઇશ્વરભાઇ ભરડા,  માલદેભાઇ ચૌહાણે સૌને આવકારીને જુદા જુદા વિસ્તારોમાં યજ્ઞકુંડની પ્રજ્જવલીત ધ્રુમ્રશેર અને આયુર્વેદીક ઉકાળા વિતરણની નિસ્વાર્થ સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. 'એક ચપટી ચૂર્ણ-કોરોના ભાગે દૂર' શીર્ષક તળેની સુરેન્દ્રનગર આર્ય સમાજ ગુરૂકુળની ઘર બેઠા વિવિધ ઔષધિઓ, ઉકાળાના પ્રયોગની રીતે અને ઉકાળાચૂર્ણના કોરોના સામેના ફાયદાઓ વર્ણવતી પત્રિકાનું વિતરણ પણ આ તકે કરવામાં આવેલ હતું.

(12:15 pm IST)